માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, સાયકલ ચલાવતી બાળકી કાર નીચે કચડાઈ ગઈ

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
Accident In Mehsana


Accident In Mehsana: મહેસાણામાં વાલીઓ માટે ચેતવણીરૂપ હોય એવી એક ઘટના સામે આવી છે. અહીંની એક સોસાયટીમાં સાયકલ ચલાવતી બાળકી એક કાર નીચે કચડાઈ જતા તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. આ હચમચાવી નાખે તેવી ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ અંગે બાળકીના માતા-પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાળકીના મોતથી પરિવારમાં શોકનો માહોલ

મળતી માહિતી અનુસાર, મહેસાણાની સ્પર્શ વિલા સોસાયટીમાં 4 વર્ષીય દિશા પટેલ સાયકલ ચલાવી રહી હતી. આ દરમિયાન સોસાયટીના વળાંક પાસે એક કાર આવી હતી. આ દરમિયાન બાળકી ડરીને સાયકલ પરથી નીચે પડી ગઈ હતી. જો કે, કારચાલકે એ વખતે બાળકી પર કાર ચઢાવી દીધી હતી. કાર નીચે માસુમ બાળકી કચડાઈ જતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. બાળકીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ મામલે બાળકીના માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: રાજ્યની જેલોમાં સર્જાયા ભાવુક દ્રશ્યો, બહેનોએ કેદીઓને રાખડી બાંધીને કરી રક્ષાબંધનની ઉજવણી

ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા સુરતના પરબત પાટિયા વિસ્તારમાં આવેલી રોયલ રેસિડેન્સીના પટાંગણમાં બે માસૂમ બાળકો રમી રહ્યાં હતાં. આ દરમિયાન કાર ચાલકે પાર્કિંગમાંથી કારને બહાર કાઢી આગળ ચલાવવા જતો હતો. ત્યાં જ બંને બાળકો કારના બોનેટ નીચે આવી ગયાં હતાં. જો કે, સદનસીબે આ બાળકોનો આબાદ બચાવ થયો હતો.

માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, સાયકલ ચલાવતી બાળકી કાર નીચે કચડાઈ ગઈ 2 - image


Google NewsGoogle News