મોરબીના સામા કાંઠા વિસ્તારમાં કારની ઠોકરે બાળકીનું મોત
મહારાણા પ્રતાપ સર્કલ પાસે બનાવ
વાંકાનેર તાલુકાના દિધલીયા ગામ નજીક ટ્રક ચાલક ઓવરટેક કરવા જતા બાઇક પાછળના ટાયરમાં આવી જતા પ્રૌઢનું મોત
મૂળ રાજસ્થાનના વતની અને હાલ મોરબી મહારાણા પ્રતાપ સર્કલ
પાસે રહેતા કાલુરામ સીતારામ બાવરીયા (ઉ.વ.૩૫)એ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
છે. જેમાં જણાવ્યું છે કે મહારાણા પ્રતાપ સર્કલ પાસે કાર ચાલકે પોતાની કાર પુરઝડપે
ચલાવી ફરિયાદીની દીકરી દિવ્યા (ઉ.વ.૧)ને ઠોકર મારી હતી. જેથી બાળકીને ગંભીર ઈજા
પહોંચતા સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું અકસ્માત બાદ કાર ચલાવી આરોપી નાસી
ગયો હતો. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે રહેતા છગનભાઈ માવજીભાઈ
અણીયારીયા પોતાનું બાઈક લઈને દિઘલીયા ગામના બોર્ડ પાસેથી પસાર થતા હતા ત્યારે ટ્રક
ચાલક ઓવરટેક કરવા ગયો હતો ત્યારે ટ્રકના પાછળના ટાયરમાં છગનભાઈ આવી જતા માથાના
ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ
તપાસ ચલાવી છે.