Get The App

શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાના બહાને ઠગ ટોળકીએ રૂ.10.67 લાખ પડાવ્યા

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાના બહાને ઠગ ટોળકીએ રૂ.10.67 લાખ પડાવ્યા 1 - image

image : Freepik

Vadodara Fraud Case : વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટને શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનું ઠગોએ રૂ.10.67 લાખ પડાવી લીધા હતા. જેમાંથી માત્ર 1.43 લાખ પરત કરી બાકીના રૂ.9.24 હજુ સુધી પરત નહિ કરી છેતરપિંડી આચરી હતી. જેથી એકાઉન્ટન્ટે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના તરસાલી નોવિનો રોડ પર રવિ પાર્કમાં રહેતા પ્રશાંત ધનંજય માથને પોલીસ ફરીયાદ નોધાવી છે કે હું શિદ્ધી એકાઉટ્સ પ્રા.લી નામની કંપનીમા એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરૂ છું. તા.12/04/2024 ના રોજ હું મારા ઘરે હતો ત્યારે હું મારા મોબાઈલ ફોનમાં ઓનલાઈન સોશિયલ મિડીયા ફેસબુકમાં જોતો હતો. તે દરમ્યાન શેર બજારમા ઇન્વેસ્ટ કરી સારૂ વળતર કમાવવાની એક એડ આવી હતી. જેથી મેં તે લીંકમા કલીક કરતા મારો મોબાઈલ નંબર વોટ્સએપ ગ્રુપમાં એડ થઇ ગયો હતો. આ ગ્રુપમાં એડમીન તરીકે બે મોબાઈલ નંબર હતા. વોટ્સએપ ગ્રુપમા શેરમાર્કેટમાં કેવી રીતે રોકાણ કરવુ અને સારૂ વળતર મેળવવુ તે અંગેની ટીપ્સ આપવામાં આવતી હતી. જેથી મેં પણ ગ્રુપમાં 15 દીવસ સુધી તેઓના ડેમો જોયા હતા. ત્યારબાદ મેં કસ્ટમ કેર નંબર ઉપર મેસેજ કર્યો હતો કે મને શેર માર્કેટમાં ઇન્ટ્રસ છે અને હું રોકાણ કરવા માગુ છું. જેથી તેઓએ મને તા.03/05/2024 ના રોજ વોટ્સએ૫ મારફતે તેઓની એપ્લીકેશન લીંક મોકલી તેમા રજીસ્ટ્રેશન કરવા જણાવેલ હતું. જેથી મે લીંકમાં નામ, પાનકાર્ડ નંબર સબમીટ કરી રજીસ્ટ્રેશન કરતાની સાથે જ મને આ એપ્લીકેશનમાં રૂ.10000 બોનસ આપવામાં આવેલ હતું.

ત્યારબાદ તેઓના કસ્ટમર કેર ઉપરથી મને મેસેજ કરી એક Aztes Fluids નામનો આઈપીઓ ભરવા માટે કહ્યુ હતું. જેથી મેં તા.11/05/2024 ના રોજ મારા બેંક એકાઉટમાથી તેમની એપ્લીકેશનમાંથી આપવામાં આવેલ 1.34 લાખ ટ્રાન્સફર કર્યા હતા. આમ તા.12/04/2024 થી તા.08/06/2024 સુધી મને શેર માર્કેટમા ઈન્વેસ્ટ કરવાનુ જણાવી જુદા-જુદા બેંક ખાતાઓમાં ટુકડે-ટુકડે કરી કુલ રૂ.10.67 લાખ ભરવડાવ્યા હતા. જેમાંથી રૂ.1.43 લાખ જ મારા બેંક ખાતામાં જમા કરી બાકીના રૂ.9.24 લાખ આજદિન સુધી પરત નહિ કરી મારી સાથે છેતરપિંડી આચરી છે. સાયબર ક્રાઇમ પોલીસે એકાઉન્ટની ફરિયાદના આધારે ઠગને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


Google NewsGoogle News