પીપલોદમાં મોડી રાત્રે ચાર ટુ વ્હીલ રહસ્યમય સળગતા થઈ નાશભાગ

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
પીપલોદમાં મોડી રાત્રે ચાર ટુ વ્હીલ રહસ્યમય સળગતા થઈ નાશભાગ 1 - image


વધુ ધુમાડો નીકળવાથી ગભરાઈ ગયેલા બાળકો સહિતના લોકોને ફાયર જવાનો ધાબા ઉપર લઈ ગયા

સુરત, તા. 25 સપ્ટેમ્બર 2023 સોમવાર

પીપલોદ ખાતે સુડા આવાસમાં રવિવારે મોડી રાત્રે ચાર ટુ વ્હીલ રહસ્યમય સંજોગોમાં ભડભડ સળગવા લાગ્યા હતા. આગના લીધે  વધુ પ્રમાણમા ઘુમાડો નીકળતા આવાસના રહેતા બાળકો સહિતના લોકોનો ભાગદોડ થઈ ગઈ હતી અને ગભરાઈ ગયેલા રહીશોને ફાયર જવાનો ધાબા પર લઈ ગયા હતા. ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ પીપલોદ ખાતે બિગ બજારની ગલીમાં ભારતીય મૈયા સ્કૂલ પાસે પાંચ માળના સુડા આવાસ આવેલા છે. 

જોકે ગઈકાલે રવિવારે રાત્રે આવાસમાં રહેતા લોકોએ ગ્રાઉન્ડ ફ્લોર પર વાહનો પાર્ક કર્યા હતા જો કે મોડી રાત્રે બે મોપેડ અને બે બાઈક રહસ્યમય સંજોગોમાં ભડભડ સળગવા લાગી હતી. જેના લીધે ત્યાં વધુ પ્રમાણમાં ધુમાડો નીકળતા બીજા માળે સુધી ફેલાયો હતો. જેથી ત્યાંના રહેશો ગભરાઈ જતા ભાગદોડ થઈ ગઈ હતી. કોલ મળતા ત્રણ ફાયર સ્ટેશન ગાડી સાથે ફાયર લશ્કરો ઘટના પહોંચતી રહ્યા હતા અને આવાસમાં રહેતા લોકોને ફાયરજવાનો આગાહીમાં લઈ ગયા હતા. જ્યારે કેટલાક લોકો ગ્રાઉન્ડ ફલોર પર ઘરની બહાર દોડી આવ્યા હતા. 

આગ પર કાબુ મેળવ્યા બાદ ધુમાડો નીકળતો બંધ થતાં ફાયર જવાનોએ ધાબા ઉપર મહિલાઓ અને બાળકો સહિતના વ્યક્તિઓને સહીસલામત નીચે ઉતારવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે આગ લગાવને કારણે બે મોપેડ અને બે બાઈક તેમજ બે મિટરો સળગી ગયા હતા. જ્યારે ટુ વ્હીલમાં આગ લાગવા અંગે ચોક્કસ કારણ હાલમાં જાણવા મળ્યું નથી. પણ કોઈ વ્યક્તિએ વાહનોમાં આગ લગાડવામાં આવી હશે ? એવું ચર્ચાઈ રહ્યું હતું. ઘટનાએ પગલે જીઈબીના અધિકારીઓ તેમજ પોલીસ પણ સ્થળ ઉપર આવી હતી. આ બનાવમાં કોઈ જાનહાની થઈ નહીં હોવાનું ફાયર ઓફિસર મારૂતિ સોનવણેએ જણાવ્યું હતું.


Google NewsGoogle News