Get The App

દાહોદમાં વન વિભાગના અધિકારીએ લમણે ગોળી મારીને કર્યો આપઘાત, કારણ અકબંધ

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
Representative image suicide in Dahod


Forest Department Officer Suicide In Dahod: દાહોદ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગના નાયબ સંરક્ષક તરીકે ફરજ બજાવતા આર.એમ. પરમારે આજે સવારે પોતાના ઘરમાં જ લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. વહેલી સવારે અચાનક રિવોલ્વરનો અવાજ સંભળાતા પરિવારજનો સહિત આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આપઘાતનું કારણ હજુ અકબંધ

મળતી માહિતી અનુસાર, દાહોદ જિલ્લામાં ફોરેસ્ટ વિભાગમાં નાયબ વન સંરક્ષક તરીકે ફરજ બજાવતા આર.એમ.પરમારે આજે વહેલી સવારે પોતાના ઘરમા જ ખાનગી રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો હતો. આપઘાતનું કારણ હજુ અકબંધ છે. આ ઘટનાની જાણ દાહોદ પોલીસને થતા જ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલીને વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલે આગની ઘટનાને મોકડ્રીલમાં ખપાવી, વાલીઓએ હોબાળો કરતા ભાંડો ફૂટ્યો

દાહોદના બાવકા ગામના વતની આર.એમ. પરમાર રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) બન્યા હતા. ત્યારબાદ બઢતી થતા વર્ષ 2011માં સબ DFO બન્યા અને 2017થી DFO (ડિસ્ટ્રીક ફોરેસ્ટ ઓફિસર) તરીકે સેવા નિયુક્ત થયા હતા. 2022ના નોટિફિકેશન મુજબ તેમને IFS (ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ) તરીકે પ્રમાણિત કરવામાં હતા. હાલમાં તે સામાજિક વનીકરણ વિભાગના DCF (નાયબ વન સંરક્ષક) ઉચ્ચ હોદ્દા પર હતા.

દાહોદમાં વન વિભાગના અધિકારીએ લમણે ગોળી મારીને કર્યો આપઘાત, કારણ અકબંધ 2 - image


Google NewsGoogle News