નાના માચિયાળામાં ખુલ્લી જગ્યાએ ખાતર નાખવા બદલ મારામારી
અમરેલી જિલ્લામાં મારામારીના ત્રણ બનાવો
રાજુલામાં નજીવી બાબતે લાકડીથી માર, બગસરામાં મોબાઈલ ફોનમાં ગીત વગાડતાં માર માર્યો
અમરેલી : અમરેલી જિલ્લામાં સાવ નજીવી બાબતે મારામારી થવાના ત્રણ બનાવો બન્યા છે. નાના માચિયાળામાં ખૂલ્લી જગ્યાએ ખાતર નાખવા બદલ મારામારી થઇ હતી.રાજુલામાં નજીવી બાબતે લાકડીથી મારકૂટ કરાઇ હતી.બગસરામાં મોબાઈલ ફોનમાં ગીત વગાડતાં માર માર્યાની ફરિયાદ નોંધાઇ છે.
આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાતા પ્રાપ્ત માહિતી પ્રમાણે,અમરેલી તાલુકાના
નાના માચીયાળા ગામે રહેતા વિઠ્ઠલભાઈ ઠાકરશીભાઈ ભાદાણી (ઉ.વ.૫૪)ને ખુલી જગ્યામાં
ખાતર નાખવા બાબતે થયેલ મનદુઃખને કારણે લાડુબેન જેઠુરભાઈ વાળાએ ગાળો ભાંડી તેમજ જયરાજ્ભાઇ જેઠુરભાઈ વાળા દ્વારા રીટાબેનને
લાકડી વડે માર મારી તેમજ અન્ય નજુભાઈ માણસુરભાઈ વાળાએ આધેડના પગમાં બાઈક ભટકાવી
જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને વિખોડીયા ભરી ઈજાઓ પહોંચાડી હતી.
રાજુલામાં આવેલ સંઘવી ચોક વિસ્તારમાં રહેતા રવિરાજભાઈ
અનકભાઈ ધાખડા (ઉ.વ.૨૭) ઘર પાસે આવેલ પીપળાના ઝાડ નીચે બેસેલ હતો.ત્યારે અશોકભાઈ
કાળુભાઇ ધાખડા,પરેશભાઈ
નવીનભાઈ ધાખડા નામના બે લોકો લાકડી લઈને
આવી અને રવિરાજને કહેલ કે તું અહીં કેમ બેસેલ છે અને અમારા ખુલ્લા પ્લોટમાં પેશાબ
કેમ કરે છે.તેમ કહીને ગાળો ભાંડીને લાકડી વડે આડેધડ મુંઢમાર મારી ઈજાઓ કરી હતી.આ
બાબતે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી હતી.
બગસરા શહેરમાં આવેલ નટવર નગર વિસ્તારમાં રહેતા રજનીકાંતભાઈ
બાબુભાઇ દાફડા (ઉ.વ.૩૧)ને જયદીપભાઈ ભાનુભાઇ ભાસ્કર સાથે બોલાચાલી થયેલ હતી.જેનું
મનદુઃખ રાખીને નવસાદ યુનુસભાઇ ખોખર ેે જયદીપ ઘર પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે
કહેલ કે તું કેમ મોબાઈલમાં ગીત વગાડે છે ?
તેમ કહીને જ્ઞાાતિ પ્રત્યે અપશબ્દો બોલી
ગાલ પર ત્રણ-ચાર લાફા મારી જાનથી
મારી નાખવાની ધમકી આપી હતી.