Get The App

જામનગરના હડમતીયા ગામના ખેડૂત સાથે ગોંડલના વેપારી દ્વારા ૬.૧૨ લાખની ઠગાઈ

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
જામનગરના હડમતીયા ગામના ખેડૂત સાથે ગોંડલના વેપારી દ્વારા ૬.૧૨ લાખની ઠગાઈ 1 - image


૪૦૭ મણ કપાસ ખરીદી રકમ ન ચૂકવી

કપાસ ખરીદી જથ્થો ટ્રકમાં ભરી બીજા દિવસે પૈસા આંગડિયાથી મોકલવાનું કહી રફૂચક્કર

જામનગર :  જામનગર તાલુકાના હડમતીયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા એક ખેડૂત કપાસના વેચાણના બહાને છેતરપિંડી નો શિકાર બન્યા છે. પ્રતિ વર્ષ કપાસની ખરીદી કરીને લઈ જતા ગોંડલના એક વેપારી રૃપિયા ૬.૧૨.૫૩૫ ની કિંમત નો ૪૦૭ મણ કપાસ ખરીદી બીજા દિવસે પૈસાનું આંગડીયું કરવાનું બહાનું બતાવી  રફુચક્કર થઈ ગયા હતા, અને આજ દિન સુધી રકમ નહીં ચૂકવતાં ગોંડલના વેપારી સામે ખેડૂતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના હડમતીયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા સંજયભાઈ સવજીભાઈ ધામેલીયા નામના ૩૫ વર્ષના ખેડૂત યુવાને ગોંડલમાં માર્કેટિંગ યાર્ડ પાસે રહેતા અને જુદી જુદી ખેત પેદાશની ખરીદી કરતા જીતેનભાઈ કલાલ નામના વેપારી સામે પોતાની સાથે રૃપિયા ૬,૧૨,૫૩૫ ની છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી ખેડૂત છેલ્લા કેટલાક વર્ષોથી કપાસ વગેરેની ખેતી કરે છે, અને પોતાના ખેતરમાં તૈયાર થયેલો કપાસનો પાક નો જથ્થો મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ કેટલાક વર્ષોથી ગોંડલમાં રહેતા હિતેનભાઈ કલાલ ને વેચાણ કરતા હતા, અને પ્રતિવર્ષ તેમનું વેચાણ કરીને પૈસા મેળવી લેતા હતા. જેથી જીતેનભાઈ સાથે પરિચય થઈ ગયો હતો.

 દરમિયાન ગત વર્ષે પોતાની વાડીમાં તૈયાર થયેલો કપાસનો જથ્થો તેમજ આસપાસના ખેડૂતો પાસેથી મેળવેલો કુલ ૪૦૭ મણ કપાસનો જથ્થો કે જેની કુલ કિંમત ૬,૧૨,૫૩૫ થાય છે જે તમામ જથ્થો એક ટ્રકમાં ભરીને જીતેનભાઈ ને આપ્યો હતો, અને જીતેનભાઈ બીજા દિવસે પૈસા નું આંગડિયું કરીને મોકલાવી દેશે તેવો વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો, તેથી ખેડૂત માની ગયા હતા, અને બીજા દિવસે પૈસા ની રાહ જોઈ હતી.

 પરંતુ જીતેનભાઈએ પૈસા આપ્યા ન હતા, ત્યારબાદ તેનો સંપર્ક કરતાં તેઓનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો, અને ગોંડલમાં પણ તપાસ કરતાં તેઓ ક્યાંક લાપતા બની ગયા હતા. લાંબો સમય સુધી તેની શોધખોળ કર્યા પછી પણ કોઈ પતો નહીં મળતાં આખરે વેપારી દ્વારા પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જે ફરિયાદ ના આધારે પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.જી. જાડેજા ગોંડલના વેપારીને શોધી રહ્યા છે.


Google NewsGoogle News