Get The App

મહાનગર ભાજપ પ્રમુખનું નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી મિત્રો પાસે રૃપિયા માંગ્યા!

Updated: Jan 23rd, 2025


Google News
Google News
મહાનગર ભાજપ પ્રમુખનું નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી મિત્રો પાસે રૃપિયા માંગ્યા! 1 - image


સાયબર ગઠિયાઓનો આતંક યથાવત

૧૦થી વધુ વ્યક્તિઓ પાસે રૃપિયાની માંગણી કરવામાં આવતા સાયબર ક્રાઇમમાં જાણ કરવામાં આવી ઃ તપાસનો ધમધમાટ

ગાંધીનગર :  હાલમાં સાયબર ગઠિયાઓનો આતંક વધી રહ્યો છે ત્યારે ગાંધીનગર મહાનગર ભાજપ પ્રમુખનું નકલી ફેસબુક એકાઉન્ટ બનાવીને મિત્રો પાસેથી રૃપિયા માંગવાની ઘટના પ્રકાશમાં આવી છે. જે અંગે તેમનું મિત્રોએ ધ્યાન દોરતા આ અંગે સાયબર ક્રાઇમમાં જાણ કરવામાં આવી છે અને તેના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ શરૃ કરવામાં આવી છે. ગાંધીનગરમાં વધતી આ પ્રકારની ઘટનાઓને પગલે લોકોએ ચેતવાની જરૃર છે.

છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે તેમાં ખાસ કરીને આઈએએસ-આઇપીએસ અધિકારીઓના ડમી એકાઉન્ટ બનાવીને સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓ પાસેથી રૃપિયાની માંગણી કરવામાં આવતી હોય છે. થોડા સમય અગાઉ ગાંધીનગરના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરનું  એકાઉન્ટ બનાવી તેમનું પ્રોફાઈલ રાખીને અધિકારીઓ પાસેથી રૃપિયા માંગવામાં આવ્યા હતા. ત્યારે આ વખતે ગાંધીનગર મહાનગર ભાજપ પ્રમુખ રૃચિર ભટ્ટનું બનાવટી ફેસબુક એકાઉન્ટ બનાવીને સાઈબર ગઠિયાઓએ લોકો પાસેથી રૃપિયા પડાવવાનો પ્લાન કર્યો હતો પરંતુ તે ઉઘાડો પડી ગયો છે. જે અંગે મળતી વિગતો પ્રમાણે રૃચિર ભટ્ટના ફોટાનો ઉપયોગ કરી પ્રોફાઈલ બનાવવામાં આવી હતી અને ત્યારબાદ તેમના એકાઉન્ટમાં રહેલા મિત્રોને મેસેજ છોડી સાયબર ગઠીયાઓએ રૃપિયાની તુરંત જરૃર હોવાથી રૃપિયા માંગ્યા હતા અને ત્યારબાદ બે કલાકમાં રૃપિયા પરત આપી દેવાની વાત કરી હતી. એક સાથે ૧૦થી વધુ મિત્રોને આ પ્રકારના મેસેજ પ્રમુખ તરફથી મળતા તેમણે તુરત જ રૃચિરભાઈને ફોન કર્યો હતો અને આ પ્રકારનું કોઈ જ એકાઉન્ટ નહીં હોવાનું તેમણે જણાવ્યું હતું. જેથી આ સંદર્ભે તેમણે આ એકાઉન્ટ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને આ સાયબર ગઠિયાઓ સામે પગલાં ભરવા સાયબર ક્રાઇમ પોલીસને પણ જાણ કરી હતી. છેલ્લા ઘણા સમયથી વધી રહેલી આ પ્રકારની પ્રવૃત્તિઓને પગલે હવે સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ પણ જોખમી બન્યો છે. 

Tags :
GandhinagarCybercrime

Google News
Google News