જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં આર.ઓ. પ્લાન્ટ ચલાવતા એક કારખાનેદાર દ્વારા સ્માર્ટ રીતે કરાતી વીજ ચોરી પકડાઈ
જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં આર.ઓ. પ્લાન્ટ ના સંચાલક દ્વારા થાંભલા માંથી સ્માર્ટ રીતે દીવાલમાં બાંકોરું કરી વીજ વાયર પસાર કરી મોટાપાયે વીજ ચોરી કરવામાં આવતી હોવાનું વિજ તંત્ર ને ધ્યાનમાં આવ્યું હતું, અને પીજીવીસીએલ તથા વીજ પોલીસ મથકની ટુકડીએ દરોડો પાડી વિજ ચોરી પકડી પાડી છે, અને વીજ ચોરી કરનારને 8.15 લાખનું વીજ ચોરીનું પુરવણી બિલ ફટકાર્યું છે, જ્યારે તેની સામે વીજ પોલીસ મથકમાં પાવર ચોરી અંગે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં આવેલી રાજેન્દ્ર કાંતિલાલ કનખરા નામના મકાન માલિકની જગ્યામાં ચેતનભાઇ કિશોરભાઈ ભદ્રા નામના ભાડુઆતે આર.ઓ. પ્લાન્ટ શરૂ કર્યો છે, જેમાં મોટા પાયે વીજ ચોરી કરવામાં આવી રહી હોવાનું વીજતંત્રને ધ્યાનમાં આવ્યું હતું, આથી પી.જી.વી.સી.એલ. જામનગર સર્કલના અધિક્ષક ઇજનેર એચ.ડી. વ્યાસના સીધા માર્ગદર્શન હેઠળ પીજીવીસીએલ ની ટુકડી તેમજ વિજ પોલીસની ટીમેં ગઈકાલે સામુહિક રીતે દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન ચેતનભાઇ ભદ્રા દ્વારા સ્માર્ટ રીતે વીજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેણે પોતાના કારખાનાના દીવાલ ના ભાગે સ્ટ્રીટ લાઇટ ફીટ કરાવી હતી, જે સ્ટ્રીટ લાઈટના દિવાલમાં લગાડેલા પોલની વચ્ચેથી સર્વિસ વાયર પસાર કરીને દિવાલમાં બાકોરૂનું પાડ્યું હતું, અને પોતાના કારખાનામાં સર્વિસ વાયર ખેંચીને પોતાના વિજ મીટર પાસે લઈ જઈ ત્યાં ચેન્જ ઓવર સ્વીચ મૂકી દીધી હતી, અને પાવર ચોરી કરતા હોવાનું ચેકિંગ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું.
સમગ્ર વાયરીંગ વગેરેનું વિડીયો શુટીંગ કરી લેવામાં આવ્યું હતું, જયારે સર્વિસ વાયર અને વિજ મીટર વગેરે કબજે કરી લેવામાં આવ્યા હતા, તેમ જ વિજ મીટર ના ગ્રાહક રાજેશભાઈ કનખરા ને 8 લાખ પંદર હજારનું વિજ ચોરી અંગેનું પુરવણી બિલ અપાયું છે, જ્યારે વીજ વપરાશ કરતા ભાડુઆત ચેતનભાઇ કિશોરભાઇ ભદ્રા સામે વીજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.