ગુજરાતમાં 'નકલી' ખોરાક! જીરું બાદ હવે ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ, પોલીસને ઢગલાબંધ ડબ્બાઓ પણ મળી આવ્યા
પોલીસે લીલીયાના પીપળવા ગામેથી ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપી પાડી
નકલી ઘીનો જથ્થો, વનસ્પતિ તેલ સહિતની મશીનરી કબ્જે કરી
Amreli Duplicate Ghee: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બધુ નકલી-નકલી આવી રહ્યું છે. સરકારી વિભાગ હોય કે, ખાદ્ય વસ્તુઓ બધામાં ભેળસેળ થતો જોવા મળી રહી છે. હવે તો લોકોન એને વસ્તુઓ ભરોસો કરવા એ મૂંઝવણનો વિષય બની ગયો છે. ત્યારે વધુ એક અમરેલીના લીલીયાના પીપળવા ગામમાં ફેક્ટરી પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવતા, ત્યા નકલી ઘી બનવાવાનું કૌભાંડ સામે આવ્યું હતું.
ભેળસેળનો કાળો કારોબાર!
મળતી માહિતી અનુસાર, પોલીસને બાતમી મળી હતી કે અમરેલીના લીલીયાના પીપળવા ગામમાં અમૃત મિનરલ વોટર પ્લાન્ટની આડમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી ચાલી રહી છે, જેના આધારે પોલીસે દરોડા પાડીને નકલી ઘી બનાવવાની ફેક્ટરીને ઝડપી પાડી હતી.પોલીસે નકલી ઘીનો જથ્થો, વનસ્પતિ તેલ, નાના મોટા ડબ્બા, બેરલ, મશીનરી સહિત 30 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રાજુલાનો શખ્સ મિનરલ વોટર પ્લાન્ટની આડમાં નકલી ઘી બનાવીને નફો રળતો હતો, પોલીસે આ શખ્સની ધરપકડ કરીને તમામ વસ્તુઓ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભેળસેળ માટે આ ભેજાબાજ શખ્સે સંખ્યાબંધ ડબ્બાઓ પણ રાખ્યા હતા, આ ડબ્બા શેના છે તે FSLનો રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે, પોલીસે જપ્ત કરાયેલી તમામ વસ્તુઓના સેમ્પલ પણ મોકલી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાંથી પસાર થતાં ગંગાપુરા રોડ પર નકલી જીરું બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. જ્યાંથી રૂ. 89 લાખની કિંમતનો 31 હજાર કિલો જેટલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
આ રીતે કરી શકાય છે અસલી નકલી ઘીની ઓળખ
•પાણી દ્વારા અસલી દેશી ઘીની ઓળખ કરી શકાય છે. તેના માટે તમે એક વાટકીમાં પાણી લો અને તેમા બે થી ત્રણ ટીંપા દેશી ઘી નાખો. જો તે ઘી પાણીમાં નીચે બેસી જાય તો સમજો કે તે ઘી નકલી છે, અને જો પાણીમાં જો ઘી ઉપર તરે તો સમજો કે આ ઘી અસલી છે.
•તમે હથેળીમાં ઘી રાખી તેની પરખ કરી શકો છો. તેના માટે માત્ર 5-6 મિનિટ દેશી ઘી તમારી હથેળી પર રાખો. તેમા 5થી 10 મિનિટ પછી તેની ખુશ્બુ મધુર આવે તો સમજો કે આ ઘી અસલી છે, પરંતુ જો તેમાથી કોઈ અજીબ પ્રકારની ખુશ્બુ આવે તો સમજો કે આ નકલી ઘી છે.
•ઘીને ઉકાલીને પણ જાણી શકાય છે કે અલસી છે કે નકલી. તેના માટે તમે માત્ર બેથી ત્રણ ચમચી દેશી ઘીને ઉકાળો છો અને તેના પછી તેને 24 કલાક માટે અલગ રાખી દો. જો તેમાથી મહેક આવે અને દાણાદાર જોવા મળે તો સમજો કે આ ઘી અસલી છે, પરંતુ જો તેમાથી સ્મેલ આવે તો સમજો કે આ નકલી ઘી છે.