Get The App

વાસણા રોડ પર પરથી પસાર થતું ડમ્પર રોડની બાજુમાં ખોદેલા ખાડામાં ફસાઈ ગયુ

Updated: Dec 7th, 2024


Google NewsGoogle News
વાસણા રોડ પર પરથી પસાર થતું ડમ્પર રોડની બાજુમાં ખોદેલા ખાડામાં ફસાઈ ગયુ 1 - image


વડોદરા સોમા તળાવ વિસ્તારમાં તાજેતરમાં જ માથેલા સ્થાનને જેમ દોડતા ડમ્પર ચાલકે અડફેટે લેવાના કારણે સગીર બાળકનું મોત નીપજ્યું હતું. તેમ છતાં હજુ ડમ્પર શહેરમાં બિન્દાસ દોડી રહ્યા છે. 6 ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે વડોદરા શહેરના વાસણા વિસ્તારમાંથી પસાર થતું ડમ્પર પાલિકા દ્વારા વેઠ ઉતારીને કરવામાં આવેલી પુરાણની કામગીરીનું ભોગ બન્યું હતું. રોડની બાજુમાં આવેલા ખાડામાં ડમ્પર ફસાઈ ગયું હતું.

વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં તાજેતરમાં જ રેતી ભરેલા ડમ્પર નાસ્તામાં ચાલકે બાઈકને અડફેટે લીધી હતી જેમાં બે મિત્રો રોડ પર પટકાયા હતા અને એક સગીર બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે બીજો મિત્ર ઘવાયો હોય તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કપુરાઈ પોલીસે બ્રહ્મ પર ચાલક વિરોધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ ટ્રાફિક પોલીસ વિભાગના કર્મચારીના જ પુત્રનું રેતી ભરેલા ડમ્પરે અડફેટે લેવાના કારણે મોત થયું હતું. તેમ છતાં માતેલા સાંઢની જેમ દોડી રહેલા ડમ્પર ચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસ વિભાગ કેમ કાર્યવાહી કરતું નથી. હજુ પણ ઘણા વિસ્તારોમાં આવા ભારધારી વાહનો બે રોકટોક દોડી રહ્યા છે તો શું ટ્રાફિક પોલીસને આંખે દેખાતું નથી. શહેરના વાસણા ડી માર્ટ જવાના રોડ પર રોડ ગઈકાલે 6 ડિસેમ્બર અને રાત્રિના સમયે ડમ્પર પસાર થઈ રહ્યું હતું. પરંતુ પાલિકા દ્વારા આ રોડ પર ખોદકામની કામગીરી કરાઈ હતી પરંતુ યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યું ન હોય આ ડમ્પર ના પેંડા રોડની બાજુમાં ખૂપી ગયા હતા. ડમ્પર ખાડામાં ફસાઈ ગયું હતું. જોકે સદનસીબે પલટી નહિ ખાવાના કારણે કોઈ જાનહાની થઈ ન હતી.


Google NewsGoogle News