દારૂ પીધેલો યુવાન કેનાલમાં પડી ગયો: બીજા દિવસે તેની લાશ મળી
Image Source: Freepik
ગોરવા વિસ્તારમાં મધુનગર પાસે રહેતો મુકેશ ભુરાભાઈ હરીચંદ ઉંમર વર્ષ 45 મધુનગર પાસેથી પસાર થતી નર્મદા કેનાલ કિનારે દારૂ પીને ચાલતો ચાલતો જતો હતો તે વખતે અચાનક કેનાલમાં પડી જતા તે તણાઈ ગયો હતો. દરમિયાન સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડ દ્વારા કેનાલમાં તેની શોધખોળ કરવા છતાં તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો દરમ્યાન બીજા દિવસે સાંજે તેની લાશ ભીમપુરા પાસે કેનાલમાંથી મળી હતી આ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.