મોડી રાત્રે સુરસાગર નજીક નશેબાજ કાર ચાલકે બે બાઈક ચાલકને અડફેટે લીધા
રાવપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાનના કોન્સ્ટેબલને રાત્રે સવા વાગે કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળી હતી કે સુરસાગર મ્યુઝિક કોલેજ પાસે નશેબાજ કાર ચાલકે બે વ્યક્તિઓને એક્સિડન્ટ કર્યો છે. જેથી પોલીસ એ સ્થળ પર જઈને જોતા કાર મેન રોડ પર ઉભી હતી દાંડિયા બજાર ચાર રસ્તા થી લહેરીપુરા જતા સુરસાગર મ્યુઝિક કોલેજ નજીક બે બાઈક સવારને કાર ચાલકે અડફેટમાં લીધા હતા. પરંતુ બાઈક ચાલકે પોલીસ કાર્યવાહી કરવાની ના પાડી હતી રાવપુરા પોલીસે કાર ચાલક મયંક જનાર્દનભાઈ પટેલ રહેવાસી પટેલ નગર સોસાયટી છાણી ની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. કારમાંથી સ્કોચ વિસ્કી ની બોટલ મળી આવી હતી જેમાં થોડો દારૂ બચ્યો હતો.