Get The App

ઉત્તરાયણની રાતે નશેબાજ કાર ચાલકે અકસ્માત કર્યો

ખંડેરાવ માર્કેટ પાસે અન્ય કાર સાથે અથાડતા પોલીસ પહોંચી

Updated: Jan 15th, 2025


Google NewsGoogle News
ઉત્તરાયણની રાતે નશેબાજ કાર ચાલકે અકસ્માત કર્યો 1 - image

વડોદરા,ઉત્તરાયણની રાતે ખંડેરાવ માર્કેટ પાસે નશેબાજ કાર ચાલકે અકસ્માત કરતા લોકોના ટોળા જામ્યા હતા. નવાપુરા  પોલીસે નશેબાજ કાર ચાલક સામે  ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ કંટ્રોલ રૃમ તરફથી નવાપુરા પોલીસને માહિતી મળી હતી કે, ખંડેરાવ માર્કેટ ગોપાલ બેકરીની સામે બે કાર  વચ્ચે અકસ્માત થયો છે. જેથી, પોલીસે સ્થળ પર જઇને તપાસ કરતા બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. જે  પૈકી ટાટા સફારી ગાડીનો ચાલક દારૃના નશામાં જણાઇ આવ્યો હતો. પોલીસ સ્ટેશન લઇ આવી તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ જતીન હરિશભાઇ ત્રિવેદી (રહે. ગાયત્રી કૃપા સોસાયટી, જી.આઇ.ડી.સી. મકરપુરા)  હોવાનું જણાવ્યું હતું.  પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાર કબજે લીધી છે.


Google NewsGoogle News