વડોદરા ક્રાઈમ બ્રાન્ચ અને વારસિયા પોલીસ સ્ટેશનના એક ડઝન પોલીસ કર્મીઓની બદલી
Vadodara Police : વડોદરા શહેર પોલીસ કમિશનરે ફરી એકવાર બદલીઓનો ગંજીફો ચીપ્યો છે અને એક ડઝન પોલીસ કર્મચારીઓની બદલીના હુકમ કર્યા છે.
ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાના બનાવ બાદ પોલીસ કમિશનરે કારેલીબાગ પોલીસ સ્ટેશનના બે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 19 કર્મચારીઓની બદલી કરી હતી. ત્યારબાદ એક પીઆઇ સહિત 10ને સસ્પેન્ડ કર્યા હતા અને તેમાંથી ત્રણ પોલીસ જવાનોની જિલ્લા બહાર બદલી થઈ હતી.
પોલીસ કમિશનરે ફરી એક વખત વારસિયા પોલીસ સ્ટેશનના બે પોલીસ જવાન તેમજ ક્રાઈમ બ્રાન્ચના 2 આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, ત્રણ હેડ કોન્સ્ટેબલ સહિત કુલ 1 ડઝન પોલીસ જવાનોની બદલીઓના હુકમ કર્યા છે.