Get The App

ગુજરાતના સૌથી મોટા દાનવીર, અયોધ્યા રામ મંદિર માટે 101 કિલો સોનું અર્પણ કર્યું

22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા વખતે ગર્ભગૃહમાં કુલ 121 પુજારીઓ ઉપસ્થિત રહેશે

Updated: Jan 21st, 2024


Google News
Google News
ગુજરાતના સૌથી મોટા દાનવીર, અયોધ્યા રામ મંદિર માટે 101 કિલો સોનું અર્પણ કર્યું 1 - image

Ayodhya Ram Mandir: અયોધ્યામાં આવતીકાલે રામલલાની પાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. દુનિયાભરના અનેક રામ ભક્તોએ રામ મંદિર માટે પોતાની ક્ષમતા મુજબ દાન આપ્યું છે. રામ મંદિર માટે સૌથી મોટું દાન સુરતના એક હીરાના વેપારીએ આપ્યું છે. તેમણે રામ મંદિર માટે 101 કિલો સોનું દાનમાં આપ્યું છે.

રામ જન્મભૂમિ ટ્રસ્ટને સૌથી મોટું દાન મળ્યું

અહેવાલ અનુસાર, સુરતના હીરાના વેપારીએ રામ મંદિરમાં લગાવેલા 14 સુવર્ણ દ્વાર લગાવવામાં માટે 101 કિલો સોનું ભેટમાં આપ્યું છે. એવું માનવામાં આવે છે કે રામ જન્મભૂમિ ટ્રસ્ટને મળેલું આ સૌથી મોટું દાન છે.

રામ મંદિરના દરવાજા, ગર્ભગૃહ, ત્રિશૂળ, ડમરુ અને સ્તંભોને પોલિશ કરવા માટે સોનાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગર્ભગૃહના પ્રવેશદ્વારની સાથે મંદિરના ભોંયતળિયે 14 સુવર્ણ સ્થાપિત કરવામાં આવ્યા છે. ઉપરાંત સુરતના વધુ એક હીરાના વેપારી 11 કરોડ રૂપિયા મંદિરને સમર્પિત કર્યા.

ઉલ્લેખનીય છે કે, માર્ચ 2023 સુધીમાં જ રામ મંદિર માટે ત્રણ હજાર કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું હતું. મંદિરમાં અત્યાર સુધી થયેલા નિર્માણ પાછળ લગભગ એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કામ પૂરું થાય ત્યાં સુધી અંદાજે 300 કરોડ રૂપિયાનો વધુ ખર્ચ થશે. 

Tags :
Gujarat-Ram-Mandir101-kg-goldDonation-for-Ram-MandirRam-Mandir

Google News
Google News