ઠંડીમાં ગરમાટો લાવે તેવી ચટાકેદાર વાનગી સુરતીઓને મોંઘી પડશે
- સુરતીઓનું ફેવરીટ ઉંધિયુમાં વપરાતી પાપડીના 20 કિલોના રૃા.6500, લસણના રૃા.6700, રતાળુના રૃા.2300 ભાવથી ટેસ્ટ પહેલા ગરમાટો
- ગૃહિણનું બજેટ તો ખોરવ્યુ જ સાથે ઘણા લગ્નપ્રસંગોમાં ભોજનની ડીશમાંથી પાપડીના ઉંધિયાની બાદબાકી
સુરત
શિયાળાની ફુલ ગુલાબી ઠંડીની શરૃઆત થઇ રહી છે. ત્યારે શરીરમાં ગરમાટો લાવે તેવી ચટાકેદાર વાનગી ખાવાના શોખીન સુરતીલાલાઓ માટે આ વર્ષે શાકભાજીના ભાવો દઝાડી રહ્યા છે. પાપડીના ૨૦ કિલોના ભાવ ૬૫૦૦ તો લસણ ૬૭૦૦ રૃપિયે મળી રહ્યુ હોવાથી ગૃહિણીનું વાર્ષિક બજેટ તો ખોરવી જ નાંખ્યુ છે. હાલમાં ચાલી રહેલી લગ્નસરાની સિઝનમાં ડીશમાંથી પાપડીનું ઉંધિયુ ગાયબ થઇને અન્ય ડીશે સ્થાન લઇ લીધુ છે.
દેવ દિવાળી આવવાની સાથે જ લગ્નસરાની મૌસમ અને શિયાળાની પણ શરૃઆત થઇ જતી હોય છે. સાથે જ વરસાદમાં શાકભાજીનું વાવેતર કર્યા બાદ શિયાળાની ઋતુમાં આ પાક લેવાતા હોવાથી શિયાળામાં શાકભાજી માર્કેટમાં શિયાળુ શાકભાજીના ઢગલેઢગલા ખડકાતા હોવાથી આ સિઝનમાં શાકભાજીના ભાવો પણ નીંચા રહેતા શહેરીજનો અને લગ્નના આયાજકોને ભાવ પોસાઇ તેવા અત્યાર સુધી મળતા હતા. પરંતુ આ વર્ષે દિવાળી સુધી વરસાદ અને સતત વરસાદ વરસતા શાકભાજીના પાકોનું ઉત્પાદન જ ઓછુ થયુ છે. જેની અસર શાકભાજીના ભાવો પર પડી રહી છે. આજની તારીખમાં પાપડીના ૨૦ કિલોના ભાવ રૃા.૬૫૦૦ ( પ્રતિ કિલો રૃા.૩૨૫ ) તો લસણના ૨૦ કિલોના ભાવ ૬૭૦૦ ( પ્રતિ કિલો ૩૩૫ ), રતાળુ ૨૦ કિલોના ૨૩૦૦ ( પ્રતિ કિલો ૧૧૫ ), રીંગણ ૨૦ કિલોના ૧૦૦૦ ( પ્રતિ કિલો ૫૦ ) કાંદા ૨૦ કિલોના ૬૦૦ ( ્પ્રતિ કિલો રૃા.૩૦ ) આમ ઉધિયુ બનાવવા માટે જરૃરી એવા તમામ શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા હોવાથી તમામનું બજેટ ખોરવાયુ છે.
એપીએમસીના બાબુભાઇના જણાવ્યા મુજબ આ વર્ષે સતત વરસાદ અને ખાસ તો નવેમ્બર શરૃ થયુ હોવાછતા હજુ સુધી ઠંડી પડતી નહીં હોવાથી શાકભાજીના ઉત્પાદન ઓછુ થયુ છે. જેમાં શાકભાજીની આવક ઓછી અને ડિમાન્ડ વધુ હોવાથી ભાવો વધ્યા છે. હાલમાં પાપડી, તુવેર તેમજ અન્ય શાકભાજી મહારાષ્ટ્રના જલગાંવ, ભૂસાવલ, નાસિક આવી રહ્યા છે. જયારે સુરત જિલ્લાના શાકભાજી તો હવે પછી આવવાની શરૃ થશે. આથી હાલ શાકભાજીના ભાવો ટાઇટ જ રહ્યા છે.
સુરત જિલ્લાના ખેડુતોને મેન પાવર મળતો નહીં હોવાથી શાકભાજીના વાવેતરમાં પાછા પડી રહ્યા છે
વર્ષો
પહેલા સુરત જિલ્લાના ગામો થતા શાકભાજીથી માર્કટો ઉભરાતી હતી. અને લોકોને શાકભાજીના
ભાવો પોસાઇ તેવા મળતા હતા.પરંતુ કાળક્રમે શાકભાજી પકવતા ખેતરોનું સ્થાન સિમેન્ટ
ક્રોકિટે લઇ લેતા શાકભાજીનું ઉત્પાદન સાવ ઘટી ગયુ છે. હાલમાં માર્કેટોમાં સુરત
જિલ્લાના શાકભાજી સાવ ઓછા આવી રહ્યા છે. સુરતની પાપડી વખણાતી હતી. તેનું પણ વાવેતર
ઓછુ થઇ ગયુ છે. બીજીતરફ ખેડુતોને ખેતીપાક માટે જોઇએ તેવો મેનપાવર મળતો નથી. આથી
ખેડુતો પાછા પડી રહ્યા છે. ભવિશ્યમાં જો શાકભાજીનું ઉત્પાદન વધારવુ હશે તો મેન
પાવરના સ્થાને આધુનિક ટેકનોલોજીનો વધુ ને વધુ ઉપયોગ કરવો પડશે તો જ ઉત્પાદન વધી
શકશે.
શાકભાજી ૨૦ કિલોનો ભાવ રૃા.
લસણ ૬૭૦૦
પાપડી ૬૫૦૦
સરગવાસીંગ ૪૦૦૦
રતાળુ ૨૩૦૦
તુવેરસીંગ ૨૧૦૦
ગુવાર ૨૦૨૦
વટાણાસીંગ ૧૪૦૦
ચોળી ૧૨૦૦
રીંગણ ૧૦૦૦
ભીંડા ૧૦૦૦
ટામેટા ૬૦૦