રૂસાની ગ્રાન્ટનો 10 કરોડનો બીજો હપ્તો પરત જાય તે પહેલા નિર્ણય લેવા જરૂરી
- રૂસાનો 10 કરોડનો પ્રથમ હપ્તો યુનિ.એ માંડ વાપર્યો
- 10 કરોડમાંથી ક્રિકેટ પેવેલિયન, બાસ્કેટબોલ, રિસર્ચ ઈક્વિપમેન્ટ, અદ્યનત લાયબ્રેરી માટેની યોજના પણ માત્ર કાગળ ઉપર જ રહી
વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખી યુનિવર્સિટીમાં જરૂરી સંસાધનો સહિતની સુવિધા વધારવા રૂસામાંથી રૂા. ૨૦ કરોડની ગ્રાન્ટ અનેક મથામણો બાદ મંજુર કરવામાં આવી છે. જે પૈકીનો પ્રથમ ૧૦ કરોડનો હપ્તો આવ્યો હતો અને બે વર્ષના અંતે ડિઝીટલ કલાસ રૂમ, રમત ગમતનાં સાધનો, ક્રિકેટ ગ્રાઉન્ડ ચાર્જીંગ પોઈન્ટ, વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ જેવા કામો થયા હતા પરંતુ બાકીનાં બીજા હપ્તામાં કામ થયે બીલ રીલીઝ કરવાની પધ્ધતિ લાગુ થઈ. જો કે યુનિવર્સિટી દ્વારા આ બીજા હપ્તામાંથી ક્યા કામો કરવા તેની પણ સુચી રજુ કરી છે જેમાં ક્રિકેટ પેવેલીયન, બાસ્કેટ બોલ ઈક્વીપેમેન્ટ, રીસર્ચ ઈક્વીપમેન્ટ, અદ્યતન લાયબ્રેરીનો હેતુ મુકાયો છે. આ તમામ કામો જેથી પોર્ટલ મારફત કરવાના હોય છે. જેમ કે લાયબ્રેરીમાં નવા પુસ્તકો, પેનડ્રાઈવ, એપ્લીકેશન વસાવવા પણ જેમનો ઉપયોગ કવરાનો હોય છે. જે ઓફલાઈન કરવાનો આગ્રહ રખાય છે. તો રીસર્ચ ઈક્વીપમેન્ટમાં પણ નીતિ ઢીલી જોવા મળી રહી છે. જ્યારે ક્રિકેટ પેવેલીયનનો મુદ્દો પણ હા-ના પાછળ અટકાયેલો છે. આમ કામોની નિશ્ચિતતા સમયે પણ પુરતુ લેશન કર્યું ન હોય તેવો ભાસ અનુભવાય છે. જોકે આ બીજા તબક્કાની ગ્રાન્ટ પણ ૩૧ માર્ચ સુધી વેલીડ રહેશે પચી પાછી ચાલી જશે. જેથી ૩૧ માર્ચ પહેલા જરૂરી મસલતો કરી અધુરા અને નક્કી કરેલા વિકાસ કાર્યોને અંજામ અપાય તે જરૂરી છે. સરકારમાંથી ફંડ આવે છે તો તેનો સદઉપયોગ નિયત સમય મર્યાદામાં થાય તે પણ જરૂરી છે. જ્યારે યુનિવર્સિટીના સતાધિશો દ્વારા તાકીદે આ બાબતે નિર્મય લેવો અનિવાર્ય બન્યો છે. અન્યથા ૩૧ માર્ચ પછી ગ્રાન્ટના નાણા મેળવવા ફરીથી દરખાસ્ત કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે. જે ન થાય તે માટે હાલના સમયની નજાકતને જોઈ નિર્ણયો કરવા જરૂરી બન્યા.