વળાવડ નજીક કાર- બાઈક અથડાતાં માતા-પિતાની નજર સામે પુત્રીનું મોત
- પિતાએ કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
- પરિવાર ખોડિયાર મંદિર દર્શન કરી બાઈક પર પરત આવતો હતો ત્યારે અકસ્માત સર્જાયો
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ પાલિતાણા તાલુકાના ગરાજીયા ગામે રહેતા અને કડિયા કામ કરતા શૈલેષભાઈ વેલજીભાઇ પરમાર (ઉ.વ ૩૨), પત્ની માયાબેન, પુત્રી તનિષ્કા (ઉ.વ.૪), દીપાલી (ઉ.વ.૪) ને મોટરસાઈકલ નંબર જીજે ૦૪ ડીપી ૮૧૪૪ લઈને બહેનના ઘરે ભકડા ગયા હતા.અને બહેના ધરેથી ખોડીયાર મંદિર દર્શન કરવા માટે ગયા હતા દર્શન કરી પરત જતી વેળાએ સિહોર રેલવે ફાટક વટી વળાવડ ગામ નજીક પહોંચતા પાછળથી કાર નંબર જીજે ૦૭ ડીએ ૯૧૩૨ નાં ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી શૈલેષભાઈનાં મોટરસાયકલ સાથે અથડાવી દેતા મોટરસાયકલ પર જઈ રહેલા બે પુત્રી સહિત માતા પિતાને ઈજા થતાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પુત્રી દીપાલીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે શૈલેષભાઈએ સિહોર પોલીસ મથકમાં કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.