સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ ઉમટી, ટિકિટ મેળવવા લાગી લાંબી કતાર
Surat News : ગુજરાતના અમદાવાદ, સુરત સહિત વિવિધ સિટીમાં યુપી-બિહાર અને રાજસ્થાનના લોકો રોજગારી માટે આવતા હોય છે અને ગુજરાતના અલગ-અલગ શહેરોમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા હોય છે. જ્યારે વેકેશન કે તહેવારના સમયે તમામ લોકો પોતાના વતન પરત ફરતાં હોય છે, ત્યારે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. જેમાં યુપી-બિહાર જતા મુસાફરોનો ઘસારો જોવા મળ્યો હતો. તેવામાં ઉધના સ્ટેશન પર ટિકિટ મેળવવા માટે મુસાફરોને લાંબી કતારમાં ચાર કલાસ સુધી ઊભુ રહેવાનો વારો આવ્યો હતો. જો કે, ભારે ભીડ ઉમટતા ટિકિટ કાઉન્ટર બંધ કરી દેવાની નોબત આવી હતી.
ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ ઉમટી
ગુજરાતના મોટા શહેરમાં પરપ્રાંતિયો રોજગારીની શોધમાં આવતા હોય છે. બીજી તરફ વિદ્યાર્થીઓ પણ અભ્યાસ અર્થે આવતી હોય છે, ત્યારે હાલ વેકેશનના સમયગાળામાં પરપ્રાંતિયો પોતાના વતન ફરતા સુરત ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ ઉમટી હતી. જેમાં ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના રાજ્યના મુસાફરોએ રેલવે સ્ટેશન પર ટિકિટ મેળવવા માટે લાંબી કતારમાં ઊભુ રહેવું પડ્યું હતું. જ્યારે ભારે ભીડના કારણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
જ્યારે ઉધના સ્ટેશન પર મુસાફરોની ભીડને લઈને રવિવારે (27 એપ્રિલ, 2025) ઉધના જય નગર, તાપ્તી ગંગા, અંત્યોદય એક્સપ્રેસ સહિત ત્રણ ટ્રેનો દોડાવાઈ છે. જ્યારે મોટી સંખ્યામાં મુસાફરો ઉમટી પડ્યા છે, ત્યારે ટિકિટ કાઉન્ટર પર પડાપડી થતાં પોલીસે ગોઠવી દેવાઈ હતી અને ટિકિટ કાઉન્ટર બંધ કરી દેવામાં આવ્યું હતું.