વડોદરાના ગોત્રી વિસ્તારમાં પત્નીના આપઘાત કેસમાં પતિ વિરુદ્ધ આત્મહત્યા કરવા દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો
Vadodara : ગોત્રી વિસ્તારમાં રહેતી પરિણીતાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. દીકરીના પિતાએ તેના પતિ દ્વારા વારંવાર શારીરિક માનસિક ત્રાસ આપી હેરાન કરવામાં આવતી હોય તેણે આપઘાત કરી લીધો હોવાનો આક્ષેપ કર્યો હતો. જેથી પિતાએ જમાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તેમના વિરુદ્ધ આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા આપ્યાના ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લીમખેડા તાલુકાના ખાખરીયા ગામ ખાતે રહેતા રાજુભાઈ વેચાતભાઈ ભાભોરે ફરીયાદ ઓક્ટોમ્બર 2023માં મારી દિકરીને ગામના સંજય જોહર નિનામા તેની સાથે લઈ ગયો હતો. જે અંગેની અમને જાણ થતા અમોએ અવાર-નવાર મારી દિકરીને પાછી લાવવાનો પ્રયત્ન ગયો હતો પરંતુ આ સંજય તેને અમારી પાસે પાછી આવવા દીધી ન હતી. તે પછી સંજય તથા કાજલ એકબીજા સાથે પતિ પત્નિ તરીકે રહેતા હતા. તે દરમ્યાન આ સંજય જોહર મારી દિકરીને અમારા ઘરે આવવા દેતો ન હતો અને મારી દિકરીને સંજય જોહરથી એક દિકરી ચાર માસની છે અને મારી દિકરી ક્યારેક-ક્યારેક અમને તથા અમારા સગા સબંધીઓને ફોન કરી કહેતી કે સંજય મને ખુબ ત્રાસ આપે છે અને ઘરે નહિ આવવા માટે દબાણ કરે છે. જેથી હું ઘરે પાછી આવી શકુ તેમ નથી. 9 ઓક્ટોબરના રોજ મારી દિકરી કાજલ દવા પી ગઈ હતી અને ગોત્રી જનરલ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી. પરંતુ મારી દિકરીનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જેથી મૃતદેહને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યાં જાણવા મળ્યું હતું કે મારી દીકરીને ગળાના ભાગે નખ વાગ્યાના નિશાન હતા. જેથી મારી દિકરીને તેના પતિ સંજય જોહર નિનામાએ શારીરીક અને માનસીક ત્રાસ આપી મારા ઘરે નહી આવવા માટે દબાણ કરતા મારી દિકરીથી ત્રાસ આપી ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરવા મજબુર કરી હતી. જેથી પિતાની ફરિયાદના આધારે પોલીસે દીકરીના પતિ વિરુદ્ધ આત્મહત્યા કરવા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.