Get The App

જમ્મુ કાશમીરના ૧૫ લોકોને ભાડાના મકાનમાં રાખનાર સામે ગુનો દાખલ

સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી નહતી

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
જમ્મુ કાશમીરના   ૧૫ લોકોને ભાડાના મકાનમાં રાખનાર સામે ગુનો દાખલ 1 - image

વડોદરા,કેટરિંગના કામ માટે જમ્મુ કાશમીરના ૧૫ લોકોને વડોદરા લાવી ભાડાના મકાનમાં રાખવામાં આવ્યા હતા. આ અંગે મકાન માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

એસ.ઓ.જી.ને માહિતી મળી હતી કે, વાડી ખાટકીવાડ પાસે પાંજરીગર મહોલ્લામાં રહેતો મોહંમદવસીમ યાસીનમીંયા શેખે તાંદલજા ઝમઝમ પાર્ક પાસે ખ્વાજા ગરીબ નિવાસ માતે મકાન છે. તેના મકાનમાં કેટરિંગના કામ સાથે સંકળાયેલા જમ્મુ કાશમીર રાજ્યના મજૂરોને રાખ્યા છે. જેથી, પી.આઇ. એસ.ડી. રાતડાની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરી હતી. ચેકિંગ  દરમિયાન જણાઇ આવ્યું હતું કે, જમ્મુ કાશમીરના ૧૫ લોકો ભાડાના મકાનમાં રહેતા હતા. મકાન માલિકે આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરી નહતી. જે અંગે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં મકાન માલિક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.


Google NewsGoogle News