Get The App

કાસમઆલા ગેંગના સાગરીતોનું સરઘસ કાઢતી ક્રાઇમ બ્રાંચ

ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ચારના ઘરે તપાસ : એકના ઘરમાંથી ચાકૂ મળ્યું

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
કાસમઆલા  ગેંગના સાગરીતોનું સરઘસ કાઢતી ક્રાઇમ બ્રાંચ 1 - image

 વડોદરા,શહેરમાં છેલ્લા ૧૦ વર્ષમાં કાસમઆલા ગેંગે ધાક ઉભી કરવા માટે ગુનાખોરી શરૃ કરી હતી. ગુજસીટોક  હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં પોલીસે ચાર આરોપીઓના  રિમાન્ડ લીધા છે. આજે પોલીસે તમામ આરોપીઓને તેઓના જ રહેઠાણ વિસ્તારમાં લઇ જઇને સરઘસ કાઢ્યું હતું.

શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે નામચીન ગુનેગાર અસલમ બોડીયાની બિચ્છુ ગેંગ ના ૨૬ સાગરીતો સામે ગુજસીટોક હેઠળ વડોદરામાં પ્રથમ ગુનો નોંધ્યા બાદ કારેલીબાગના માથાભારે હુસેન સુન્ની અને તેની ગેંંગના ૯ સભ્યો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ૫ જણાની અટકાયત કરી હતી. ખૂનની કોશિશ, અપહરણ, ચોરી, લૂંટ, ધાડ, બળજબરીથી  પડાવી લેવું, જાનથી મારી નાંખવાની ધમકી આપવી, ચોરી, મારામારી, જેવા ગંભીર  પ્રકારના ૧૬૪ ગુનાઓ આ ગેંગ દ્વારા આચરવામાં આવ્યા હતા. આ ગેંગના મુખ્ય સૂત્રધાર હુસેનમીંયા કાદરમીંયા સુન્ની (રહે. કાસમઆલા કબ્રસ્તાન) (૨) અકબર કાદરમીંયા સુન્ની (રહે. હુજરત  પાગા) (૩) મોહંમદઅલી ઉર્ફે હલીમા સલીમખાન  પઠાણ (રહે. મનસુરી કબ્રસ્તાન) તથા સિકંદર કાદરમીંયા સુન્ની (રહે. કાસમઆલા કબ્રસ્તાન) ની ઉપરોક્ત ગુનામાં ધરપકડ કરી પોલીસે રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે. આજે પોલીસ તમામ આરોપીઓને તેમના વિસ્તારમાં લઇ ગઇ હતી. તમામ આરોપીના ઘરે  પોલીસે તપાસ હાથ ધરી હતી.પોલીસના સર્ચ ઓપરેશન દરમિયાન આરોપી અકબરના ઘરેથી ધારદાર ચાકૂ મળી આવ્યું હતું.


Google NewsGoogle News