રાંદેર રોડ રામનગર ત્રણ રસ્તા પાસેથી દંપતી 20.36 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયું

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
રાંદેર રોડ રામનગર ત્રણ રસ્તા પાસેથી દંપતી 20.36 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયું 1 - image



- અકીલા ઉર્ફે સાનીયા અને સલીમ ઉર્ફે લાલાને ગોરાટનો યુવાન સપ્લાય કરતો હતોઃ સલીમ વેસુ પોલીસમાં નોંધાયેલા ડ્રગ્સના ગુનામાં ત્રણ મહિનાથી વોન્ટેડ હતો


સુરત

રાંદેર રોડ રામનગર ત્રણ રસ્તા પાસેથી પોલીસે 20.36 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સહિત કુલ રૂ. 3.95 લાખના મુદ્દામાલ સાથે વિધર્મી દંપતીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જયારે ડ્રગ્સ સપ્લાય કરનાર રાંદેર-ગોરાટના યુવાનને વોન્ટેડ જાહેર કર્યો છે.
રાંદેર પોલીસ સ્ટેશનના હે.કો મોબતસિંહ હેમુભાઇને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે રાંદેર રોડ રામનગર ચાર રસ્તા સ્થિત સિંચાઇ પેટા વિભાગ કચેરી પાસે વોચ ગોઠવી બર્ગમેન મોપેડ નં. જીજે-5 એલએક્સ-4658 ઉપર પસાર થઇ રહેલા સમીર ઉર્ફે લાલા મુનાફ મલીક (ઉ.વ. 24) અને તેની પત્ની અકીલા ઉર્ફે સાનીયા સમીર ઉર્ફે લાલા મુનાફ મલીક (ઉ.વ. 27 બંને રહે. રહેમતખાન જમાદાર સ્ટ્રીટ, મુન્સી મસ્જિદની બાજુમાં, ખાનગાહ સ્ટ્રીટ, રાંદેર અને તાજ એપાર્ટમેન્ટ, પરા મહોલ્લો, અસનાબાદ, તા. ઓલપાડ, જી. સુરત) ને ઝડપી પાડી તેમની પાસેથી 20.36 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત રૂ. 2.03 લાખ, રોકડા રૂ. 4200, ત્રણ નંગ મોબાઇલ અને મોપેડ મળી કુલ રૂ. 3.95 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. બંનેની હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછમાં છેલ્લા ઘણા સમયથી તેઓ મેફેડ્રોન ડ્રગ્સ અકરમ ઉર્ફે બંગાલી અશરફ શેખ (રહે. શુકુન ટેનામેન્ટ, ગોરાટ, રાંદેર) પાસેથી છુટકમાં વેચાણ કરતા હોવાની કબૂલાત કરી હતી.

રાંદેર રોડ રામનગર ત્રણ રસ્તા પાસેથી દંપતી 20.36 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયું 2 - image

જેથી પોલીસે અકરમને વોન્ટેડ જાહેર કર્યો હતો. જો કે તેને ઝડપી પાડવા માટે પોલીસે વોચ ગોઠવી છે અને સંભવત મોડી રાત સુધીમાં ઝડપાય જેવી તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે ગત જુન મહિનામાં વેસુના અભિષેક પાર્કમાંથી 20.76 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલા મો. ઉમર શેખ, ઉઝેર શેખ અને મો. ઝુબેર શેખને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો હતો તે કેસમાં સમીર ઉર્ફે લાલો વોન્ટેડ હતો. ઉપરાંત સમીર ઉર્ફે લાલા વિરૂધ્ધ રાંદેરમાં મારામારી અને વેપારીને ધાક-ધમકી આપી ખંડણી માંગવા ઉપરાંત ઘાતક હુમલો કરી હત્યાના પ્રયાસ, ક્રાઇમ બ્રાંચમાં નાર્કોટીક્સના ગુનામાં જેલની હવા ખાઇ ચુકેલો રીઢો ગુનેગાર છે.


રાંદેર પોલીસના સ્ટાફથી પરિચીત સમીર ઉર્ફે લાલાને પકડવા પોલીસે વેશપલ્ટો કર્યો

રાંદેર રોડ રામનગર ત્રણ રસ્તા પાસેથી દંપતી 20.36 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયું 3 - image
સમીર ઉર્ફે લાલો શેખ અને તેની પત્ની અકીલા ઉર્ફે સાનીયા ડ્રગ્સ સાથે પસાર થવાના હોવાની બાતમી તો પોલીસને મળી હતી. પરંતુ સમીર ઉર્ફે લાલો અગાઉ મારામારી, હત્યાના પ્રયાસ, રાતના સમયે રખડતો-ભટકતો પકડાવા ઉપરાંત રાંદેર પોલીસે પાસા હેઠળ અટકાયત પણ કરી હતી. જેથી રાંદેર પોલીસના સ્ટાફથી પરિચતી હોવાથી પીઆઇ અતુલ સોનારા અને પીએસઆઇ બી.એસ. પરમારે છટકું ગોઠવ્યું હતું. જેમાં બે મહિલા કોન્સ્ટેબલનો વેશપલ્ટો કરી રાંદેર રોડ રામનગર ચાર રસ્તા પાસે વોચ ગોઠવી આબાદ ઝડપી પાડયા હતા.


Google NewsGoogle News