Get The App

જામદુધઇ ગામે જામનગરના દંપતીએ ઝેરી દવા પીધી, પત્નીનું મોત

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
જામદુધઇ ગામે જામનગરના દંપતીએ ઝેરી દવા પીધી, પત્નીનું મોત 1 - image


માતાને મળવા પરિવાર સાથે પિયર ગયા બાદ પગલું : પિયરથી પરત જામનગર આવવાના મુદ્દે દંપતી વચ્ચે બોલાચાલી થતાં પહેલાં પત્નીએ અને બાદમાં પતિએ ઝેરી દવા પીધી 

જામનગર : જામનગરના રાંદલ નગર વિસ્તારમાં રહેતું એક દંપતિ જોડિયા તાલુકાના જામદુધઇ ગામે સાસરે આંટો દેવા માટે ગયું હતું, જ્યાં જામનગર પરત આવવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં બંનેએ સજોડે ઝેરી દવા પી લીધી હોવાથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા, જયાં સારવાર દરમિયાન પત્નીનું મૃત્યુ નીપજ્યું છે, જયારે પતિ સારવાર હેઠળ છે.  આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રાંદલ નગર વિસ્તારમાં રહેતી પાયલબેન રમેશભાઈ કુકડીયા નામની 34 વર્ષની પરણીતા, પોતાના પતિ રમેશભાઈ તથા પોતાની બે પુત્રીઓ સાથે જામનગર થી જોડિયા તાલુકાના જામદુધઈ ગામે રહેતી પોતાની માતા ઉષાબેન ચમનભાઈ ચૌહાણ ના ઘેર આંટો દેવા માટે ગઈ હતી.

 જ્યાં જામનગર પરત આવવા બાબતે પતિ પત્ની બંને વચ્ચે ઝઘડો થયો હતો, પાંચ દિવસ પહેલાં પાયલબેને આવેશમાં આવી જઈ ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન તેના પતિ રમેશભાઈ એ પણ ઝેર પી લીધું હતું,તેથી બંને પતિ પત્નીને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સૌપ્રથમ સારવાર માટે જોડિયાની અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર બાદ પાયલબેન નું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે પતિ રમેશભાઈ આઈસીયૂમાં હાલ સારવાર હેઠળ છે.


Google NewsGoogle News