લખતરના લરખડીયાની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
- દેશી દારૂ, આથો સહિત રૂા. 44 હજારના મુદ્દામાલ સાથે વણા બે શખ્સની અટકાયત
સુરેન્દ્રનગર : લખતર તાલુકાના લરખડીયા ગામ તરફ જવાના રસ્તા પરથી બાતમીના આધારે દેશી દારૂની ભઠ્ઠી પર રેઈડ કરી દેશી દારૂ, આથો સહિતના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની હાથધરી છે.
સ્થાનીક પોલીસને અંધારામાં રાખી એલસીબી પોલીસે બાતમીના આધારે લખતર તાલુકાના વણા ગામ પાસે લરખડીયા ગામે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા કર્યા હતા. જેમાં સ્થળ પરથી વણા ગામના બે શખ્સો જીતુભાઈ નાગરભાઈ કુરીયા અને સુનીલભાઈ મનસુખભાઈ કોડીયાને ગેરકાયદેસર દેશી દારૂ ગાળવાનો આથો ૩૦૦ લીટર કિંમત રૂા.૭,૫૦૦, દેશી દારૂ ૧૦ લીટર કિંમત રૂા.૨,૦૦૦ મોબાઈલ નંગ ૨ કિંમત રૂા.૧૦,૦૦૦ બાઈક કિંમત રૂા.૨૫,૦૦૦ સહિત કુલ રૂા.૪૪,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથધરી હતી. જ્યારે સ્થાનીક પોલીસને અંધારામાં રાખી એલસીબી ટીમે રેઈડ કરતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.