ગોલ્ડન ચોકડી પાસેથી 26.11 લાખનો દારૂ ભરેલું કન્ટેનર પકડાયું

- અંબાલા થી વિદેશી દારૂ નો જથ્થો ભરીને રાજકોટ જતા ટ્રક ડ્રાઇવરને પીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
ગોલ્ડન ચોકડી પાસેથી 26.11 લાખનો દારૂ ભરેલું કન્ટેનર પકડાયું 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 11 ફેબ્રુઆરી 2024, રવિવાર

કન્ટેનરમાં વિહિકલ ના સ્પેરપાર્ટસના બોગસ બિલોની આડમાં વિદેશી દારૂ લઈ જતા ડ્રાઇવરને પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે 26.11 લાખના દારૂ સહિત 36.23 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે.

પીસીબી પોલીસની માહિતી મળી હતી કે વિદેશી દારૂ ભરેલું કન્ટેનર અંબાલા થી રાજકોટ જવાનું છે જેથી પોલીસે ગોલ્ડન બ્રિજ પાસે વોચ ગોઠવી હતી અને કન્ટેનરના ડ્રાઇવર ક્રિષ્ના રામ ભીમારામ જાટ રહેવાસી બાડમેર રાજસ્થાન ને ઝડપી પાડ્યો હતો . પોલીસને તેણે વિહિકલ ના સ્પેરપાર્ટસનો સામાન ભરેલા હોવાનું જણાવી બિલ્ટી તથા ઈ  વે બિલમાં ક્યાં હતા પરંતુ કન્ટેનરમાં તપાસ કરતા વિદેશી દારૂની 6,528 બોટલ કિંમત રૂપિયા 26.11 લાખ ની મળી આવી હતી આરોપી ની અંગ જડતી માંથી મળેલા રૂપિયા મોબાઇલ અને કન્ટેનર સહિત પોલીસે કુલ 36.23 લાખનો મુદ્દા માલ  કબજે કર્યો છે જ્યારે દારૂના સપ્લાયર ગાડી હાલના ડ્રાઇવરને શોપનાર સહિત ચારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.


Google NewsGoogle News