Get The App

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં સગા ભાઈ- બહેન વચ્ચે પડી તકરાર

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં સગા ભાઈ- બહેન વચ્ચે પડી તકરાર 1 - image


જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતી મુમતાજ બેન અબ્દુલભાઈ જેડા નામની ૩૫ વર્ષની યુવતીએ પોતાના ઉપર હુમલો કરી હાથમાં ફેક્ચર કરી નાખવા અંગે પોતાના જ સગા ભાઈ કાદર આમદભાઈ કક્કલ સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી મુમતાજ બેન અને તેના ભાઈ સાથે ઘણા સમયથી મનદુઃખ ચાલતું હતું, જેના કારણે ભાઈએ ગઈકાલે બહેન પર હુમલો કરી દીધો હતો, અને હાથમાં ફેક્ચર સહિતની ઈજા પહોંચાડી હોવાથી મામલો સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. પોલીસ હેડ કોન્સ્ટેબલએ આરોપી કાદર આમદ કકલ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News