જામનગરના પટણીવાડ વિસ્તારમાં હંગામા પ્રકરણમાં વળતી ફરિયાદ નોંધાવાઈ
Jamnagar Crime : જામનગરના પટણીવાડ વિસ્તારમાં બે દિવસ પહેલા રાત્રિના સમયે એક મકાન પર પથ્થર અને સોડા બાટલીના ઘા કરાયા હતા, અને મકાનમાં પણ આગ લાગી હતી. જે અંગે છ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. ત્યારબાદ પોલીસે પકડેલા છ આરોપીઓ પૈકીના એક આરોપીએ હુમલા અંગેની વળતી ફરિયાદ નોંધાવી છે.
પટણીવાડ વિસ્તારમાં જ રહેતા વેપારી દાનિશ ઝવુરભાઈ બેલીમ કે જેની પોલીસે અટકાયત કર્યા બાદ તેણે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાને સોડા બાટલીના છૂટા ઘા કરી ઇજા પહોંચાડવા અંગે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે અને સોડા બાટલીઓના વળતા ઘા કરવા અંગે ફારૂક અબ્દુલ મુલતાની, અસલમ બોદુ, સયાન હનીફ, વકીદ અબુભાઈ ખતાઇ, શહેજાદ અબુભાઈ ખતાઈ અને સાહિલ ગુલામ હુસેન સામે ફરિયાદ નોંધાવી છે.