Get The App

ગુજરાતનું એક એવું શહેર જ્યાં ખાસડા યુદ્ધથી ઉજવાય છે ધૂળેટી, ખજૂરનો ઘડો મેળવવા થાય છે ઘર્ષણ

Updated: Mar 14th, 2025


Google News
Google News
ગુજરાતનું એક એવું શહેર જ્યાં ખાસડા યુદ્ધથી ઉજવાય છે ધૂળેટી, ખજૂરનો ઘડો મેળવવા થાય છે ઘર્ષણ 1 - image


A City in Gujarat where Khasda war is celebrated, Dhuleti : ગુજરાતનું એક એવું ગામ કે જ્યા ધૂળેટીની ઉજવણી ખાસડા મારીને કરવામાં આવે છે. આ શહેરનું નામ છે વિસનગર. અહીં મંડી બજાર વિસ્તારમાં ધુળેટીના દિવસે 100 વર્ષથી ખાસડા યુધ્ધની ઊજવણી કરવાની પરંપરા ચાલે છે. જો કે, હવે ખાસડા સાથે શાકભાજી પણ મારવામાં આવે છે. 

આ પણ વાંચો: પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહેલા સુરતીઓને નડ્યો અકસ્માત, 3ના ઘટનાસ્થળે મોત, 5ને ઈજા

ખાસડાં તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતાં યુદ્ધ જેવો માહોલ બને છે

ગુજરાતના વિસનગરના મંડીબજાર વિસ્તારમાં ધુળેટીના દિવસે વહેલી સવારથી ઉત્તર વિભાગમાં રહેતા મોદી, ઠાકોર અને પટેલ સમાજના લોકોનું ગ્રુપ તેમજ દક્ષિણ વિભાગમાં રહેતા બ્રાહ્મણ, કંસારા અને વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું ગ્રુપ એકઠું થાય છે અને બંને જૂથોએ સામસામે ખાસડાં તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતાં યુદ્ધ જેવો માહોલ બને છે. એ પછી ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જા‍ય છે. આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા ગ્રુપે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વહેંચણી કરે છે. 

100 વર્ષની ચાલી આવે છે આ પરંપરા

વિસનગરમાં આ પરંપરા આશરે 100 વર્ષથી ચાલી આવે છે. આ પરંપરા પાછળ એવી માન્યતા રહેલી છે કે, જેને ખાસડું વાગે તેનું વર્ષ સારૂ જાય છે. વર્ષો પૂર્વે આ ખાસડા યુદ્ધની પરંપરા મહારાષ્ટ્રમાં ચાલતી હતી, તે સમયે ગુજરાત મુંબઇ રાજ્યમાં હતું. ત્યારથી આ યુદ્ધની શરૂઆત થઈ હોવાનું કહેવાય છે. જે પરંપરા આજે પણ અવિરત ચાલે છે. જેમા ફરક માત્ર એટલો આવ્યો છે કે, હાલ ખાસડાનું પ્રમાણ ઓછું થયુ છે અને તેની જગ્યાએ બટાકા, ડુંગળી, ટામેટા તેમજ રીંગણ સહિ‌તનાં શાકભાજી મારવામાં આવે છે. ધૂળેટીના દિવસે યોજાતી આ 100 વર્ષ જૂની પરંપરા વિસનગરવાસીઓએ આજે પણ જીવંત રાખી છે. જો કે, હવે ખાસડાને બદલે શાકભાજીનો જ મારો ચલાવીને આ ઉજવણી કરવામાં આવે છે. 

આ પણ વાંચો: વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય પણ કલાકારની કોઈ જ્ઞાતિ નથી હોતી: કિર્તીદાન ગઢવી

ગુજરાતનું એક એવું શહેર જ્યાં ખાસડા યુદ્ધથી ઉજવાય છે ધૂળેટી, ખજૂરનો ઘડો મેળવવા થાય છે ઘર્ષણ 2 - image

ખાસડું વાગવાથી વર્ષ સારુ જાય તેવી પરંપરા 

સામાન્ય રીતે તો કોઇને ખાસડુ કે શાકભાજી છુટ્ટા મારવામાં આવે તો મોટો ઝઘડો થઇ જાય. પરંતુ ધૂળેટીના દિવસે વિસનગરમાં કોઇપણને શાકભાજી કે ખાસડુ મારવાની છૂટ છે. લોકો હોશે હોશે ખાસડા અને શાકભાજીનો માર ખમી લેતા હોય છે. કારણ કે, ખાસડું (જુત્તું) વાગવાથી વર્ષ સારું જાય છે, એ પ્રકારની એક અનોખી પરંપરા રહેલી છે.

Tags :
GujaratKhasda-YuddhVisnagarHoli--DhuletiKhasda-war

Google News
Google News