Get The App

ચાઈનીઝ દોરી તુટતી નથી વીજતારને ભેગા કરી દેતી હોવાથી કરંટ લાગે છે

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
ચાઈનીઝ દોરી તુટતી નથી વીજતારને ભેગા કરી દેતી હોવાથી  કરંટ લાગે છે 1 - image


પતંગ સાથે ઉડાવાતી મેગ્નેટની પટ્ટી પણ જોખમી રાજકોટમાં આજે ઉતરાયણ પર્વને અનુલક્ષીને વીજતંત્રના 24 સબ ડિવિઝનનાં કર્મીઓને રાઉન્ડ - ધ - કલોક ડયુટી

રાજકોટ, : ઉતરાયણનું પતંગપર્વ આનંદ ઉલ્લ્સનું પર્વ ગણાય છે. પરંતુ ચાઈનીઝ દોરી મજબુત હોવાથી તુટતી નથી. વીજતારમાં પતંગ સાથે ચાઈનીઝ દોરી ફસાઈ જવાથી વીજતાર ભેગા થતાં જોરદાર કરંટ લાગે છે. તેથી ચાઈનીઝ નહી વાપરવાની અપીલ સાથે રાજકોટ વીજતંત્ર દ્વારા ઉતરાયણનાં પર્વે વધુ વીજફોલ્ટ ન સર્જાય તે માટે ૨૪ સબડિવિઝનમાં રાઉન્ડ - ધ - કલોક ઈજનેરોની ડયુટી ગોઠવવામાં આવી છે.

રાજકોટ શહેરનો વિસ્તાર દિન પ્રતિદિન વધતો જાય છે. અંદાજે 7 લાખથી વધુ વીજ ગ્રાહકોને વીજપુરવઠો પુરો પાડવાનું કામ રાજકોટ શહેર વર્તુળનું વીજ તંત્ર સંબાળે છે. સૌથી વધુ વીજફોલ્ટ ઉતરાયણનાં પર્વે સર્જાતા હોય છે. પતંગ અને દોર વીજતારમાં ફસાઈ જવાથી વીજ અકસ્માતનું પ્રમાણ વધે છે. તેમજ વીજપુરવઠો પણ ખોરવાઈ જાય છે. આ સંજોગોમાં રાજકોટનાં વીજતંત્ર દ્વારા ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખીને તમામ સબડિવિઝનોને ટાવર લોડર મશીન સાથે લાઈનમેનની ડયુટી રાઉન્ડ ધ કલોક ગોઠવવામાં આવી છે. ડેપ્યુટી ઈજનેરો સતત મોનીટરીંગમાં રહેશે. વીજપુરવઠો ખોરવાઈ જાય તો વધુમાં વધુ 30 મીનીટમાં પુર્વવત કરી શકાય તે માટેનો એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તેથી આવતી કાર તા. 14 જાન્યુઆરીનાં શહેરનાં છેવાડાનાં વિસ્તારો ઉપરાંત શહેરમાં જયાં સૌથી વધુ પતંગો ચગાવવામાં આવે છે. તેવા કેટલાક વિસ્તારો આઈડેન્ટી ફાીડ કરીને વીજપુરવઠાનું સાતત્ય જાળવવાનું આયોજન કરીને પતંગ સાથે મેગ્નેટની પટ્ટી નહી લગાડવાની તાકીદ કરવામાં આવી છે. મેગ્નેટની પટ્ટીનો વીજતારને સ્પર્શ થતાં જ વીજકરંટની સંભાવના દર્શાવી સાવચેતીપૂર્વક ઉતરાયણની ઉજવણી કરવા જણાવાયું છે.


Google NewsGoogle News