સચિનમાં શ્રીજીના મંડપ પાસે બાળકને કરંટ લાગતા મોતની ભેટયો
Image Source: Twitter
- ધો. 5મા ભણતો સુરજ મહંતો વીજ વાયર અડી જતા કરંટ લાગ્યો હતો
સુરત, તા. 24 સપ્ટેમ્બર 2023, રવિવાર
સચિન ખાતે સુડા સેક્ટર માં શનિવારે રાત્રે ગણેશ મંડપ પાસે 13 વર્ષીય બાળકને વીજ વાયર એડી જતા મોતને ભેટયો હતો.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ સચિન વિસ્તારમાં આવેલા સુડા સેક્ટર મહેતા સંજય કુમાર મહંતોનો 13 વર્ષીય પુત્ર સુરજ સહિતના બાળકોએ ઘર પાસે નાનો મંડપ બનાવી ગણપતિ બાપ્પાની નાની મૂર્તિનીની સ્થાપના કરી હતી. ગઈકાલે શનિવારે રાત્રે મંડપ પાસે બાળક રમતો હતો તે સમયે બાળકનો પગ વીજ વાયરને અડી જતા ઈલેક્ટ્રીક કરંટ લાગ્યો હતો. જેથી બાળકને સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે કોઈના ઘરમાં થી ગણેશ મંડપમાં વાયર લંબાવી વીજ લાઈટ શરૂ કરી હતી. જોકે તે વાયરને બાળક પડી જતા કરંટ લાગતા મોત થયું હતું.
જ્યારે સુરજ મૂળ ઉત્તરપ્રદેશના સીતામઢીનો વતની હતો. તે સચિનની શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતો હતો તેનો એક ભાઈ છે. તેના પિતા સચિનની કંપનીમાં સિક્યુરિટી ફરજ બજાવે છે. આ અંગે સચિન પોલીસે તપાસ હાથ ધરી છે.