જામનગરમાં ચીકોરી પાઉડરના વેપારીએ 24 ટકા રિટર્નની લાલચમાં 50 લાખ ગૂમાવ્યા

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ચીકોરી પાઉડરના વેપારીએ 24 ટકા રિટર્નની લાલચમાં 50 લાખ ગૂમાવ્યા 1 - image


પ્લાસ્ટિક કોમોડિટીમાં ઓનલાઈન રોકાણ કરવાના નામે પ્રથમ મોકલાવેલી લિન્કમાં નાણા મોકલ્યા બાદ રૂા. 5130નો નફો થતાં વિશ્વાસ બેસી ગયો અને બે માસમાં રૂા. 50 લાખ રોકી દીધા

જામનગર, : વગર મહેનતે રાતોરાત પૈસાદાર થવા માંગતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં જામનગરના બેડેર્શ્વરમાં ચિકોરી પાવડરનું કારખાનું ચલાવતા એક વેપારીને દર મહિને ૨૫ ટકા રિર્ટનની લાલચમાં પચાસ લાખથી વધુ માતબર રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. 

 જામનગર શહેરના હિરજી મિી રોડ પર અનમોલ એપાર્ટમેન્ટમાં રહેતા અને બેડેર્શ્વરમાં ચિકોરી પાવડરનું કારખાનું ચલાવત ધવલ ભરતભાઇ શાહ (ઉ.વ. 32) છેતરપિંડીનો ભોગ બન્યા છે. ધવલભાઇને ગત તા. 15.3.2022ના રોજ તેમના મોબાઇલ નંબર પર પ્લાસ્ટીક કોમોડીટીમાં ઓનલાઇન રોકાણ કરવા અંગે વિવાન નામના વ્યકિતએ મેસેજ કરતાં ધવલભાઇએ રોકાણ માટે રસ દાખવતાં ઠગબાજે તેમના મોબાઇલમાં આઇડેક્ષ નામની મોબાઇલ એપ્લીકેશનની લીન્ક ઇન્સ્ટોલ કરાવેલી અને આમાં રોકાણ કરશો તો દર મહિને 25 ટકા રિર્ટનની લાલચ આપી હતી.

 ધવલભાઇએ 24.3.2022 ના રોજ આ એપ્લીકેશનમાં દર્શાવેલ ખાતા જેન લીન ટેકનોલોજીસ પાવર લીમીટેલમાં રૂા.  50,000 ટ્રાન્સફર રૂા. 5130નો નફો થતા તેમણે રૂા. એક હજારની રકમ વીડ્રો કરતાં ખાતામાં જમા થઇ જવાથી ધવલભાઇને વિર્શ્વાસ બેસી ગયો હતો. અને વધુ વળતરની લાલચમાં બે મહિનામાં રૂા. 50,04,075 જેટલી માતબર રકમ ભર્યા બાદ એપ્લીકેશનમાંથી રકમ વિડ્રોલ ન થતાં તેમજ ઠગબાજનો મોબાઇલ ફોન પણ બંધ આવતાં પોતે છેતરાયા હોવાનું અહેસાસ થયો હતો. ત્યારબાદ તેમણે ઓનલાઇન અરજી કરતાં જામનગર સાયબર ક્રાઇમ સેલે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News