ગોલ્ડ લોન પેટે 12.82 લાખ લીધા બાદ ગોલ્ડ જમા નહીં કરાવતા ભેજાબાજ
Vadodara Fraud Case : ડભોઇમાં આવેલી મુથૂત ફાઇનાન્સમાંથી ગોલ્ડ લોન માટે 12.82 લાખ રૂપિયા મેળવ્યા બાદ ગોલ્ડ જમા નહીં કરાવતા ભેજાબાદ સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ડભોઇમાં શ્રીજી કોમ્પલેક્ષ ખાતે આવેલી મુથૂત ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડના બ્રાન્ચ મેનેજર જયેશ અરવિંદભાઈ પરમારે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ડભોઇમાં વડોદરી ભાગોળમાં રહેતા દીપક ભરતભાઈ ભોજવાણીએ અમારી ઓફિસમાંથી ગોલ્ડ ઉપર 19 લાખની ગોલ્ડ લોન લીધી હતી અને તે પૈસા આરટીજીએસથી તેમના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. તેમને બીજી પણ ગોલ્ડ લેવી હોવાથી તેમને ICICI Bank ડભોઇમાં ગોલ્ડ પર લોન લીધી હતી. આ ગોલ્ડ ઉપર તેમને 12.82 લાખની લોન મળી શકે તેમ હતું.
દરમિયાન દીપક ભોજવાણી આઇસીઆઇસીઆઇ બેન્કમાંથી રીસીપ્ટ અને સ્ટેટમેન્ટ લાવ્યા હતા તેમજ ગોલ્ડ લોન ટેકઓવર કરવા માટેનું ફોર્મ ભરી તે મુથૂત ફાઇનાન્સમાં જમા કરાવ્યું હતું. ફાઇનાન્સ કંપનીની વડી કચેરીમાંથી લોન મંજૂર થતાં 12.82 લાખ તેમના ખાતામાં જમા કરાવ્યા હતા. પરંતુ 275.9 ગ્રામ સોનુ ICICI Bankમાંથી લાવીને અમારી ઓફિસમાં જમા કરાવ્યું ન હતું. આ ગોલ્ડ માટે વારંવાર માગણી કરતા તેઓ ગલ્લા તલ્લા કરતા હતા અને છેલ્લે સમાધાનની વાત કરી હતી એમ ફાઇનાન્સ કંપની સાથે છેતરપિંડી કરી હતી.