હિન્દુ મુસ્લિમોના ટોળા ભેગા થયા છે..!! પોલીસને ગેરમાર્ગે દોરનાર વડોદરાના બે દારૂડિયા સામે ગુનો દાખલ

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
હિન્દુ મુસ્લિમોના ટોળા ભેગા થયા છે..!! પોલીસને ગેરમાર્ગે દોરનાર વડોદરાના બે દારૂડિયા સામે ગુનો  દાખલ 1 - image


Vadodara News : વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામમાં આવેલા ચૌહાણ વગામાં ગઈ રાત્રે હિન્દુ અને મુસ્લિમોના ટોળા ભેગા થયા છે તેમજ ઝઘડો થાય તેવું વાતાવરણ સર્જાયું છે તેવી પોલીસને એક મોબાઇલ ફોન દ્વારા માહિતી મળતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. ત્યારે ત્યાં વાતાવરણ બગડે તેવો કોઈ માહોલ જોવા મળ્યો ન હતો. દરમિયાન પોલીસને ગેરમાર્ગે દોરનાર શખ્સની શોધખોળ કરી તપાસ હાથ ધરતા તેનું નામ કલ્પેશ ઉર્ફે રૂપેશ લાલાભાઇ પરમાર અને સલીમ ઠાકોરભાઈ ચૌહાણ જાણવા મળ્યું હતું. આ બંનેએ ચિક્કાર દારૂ પીને ગણેશ ઉત્સવ તેમજ ઈદે મિલાદના તહેવારમાં ગામનું વાતાવરણ બગડે તેવું કૃત્ય કર્યું હતું. જેના પગલે પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News