જામનગર નજીક પડાણા પાસે ત્રીપલ અકસ્માતમાં બે યુવાનોના મૃત્યુના બનાવમાં એક કાર ચાલક અને ટ્રક ટેન્કર ચાલક બન્ને સામે ગુનો નોંધાયો
જામનગર- ખંભાળિયા ધોરીમાર્ગ પર પડાણા પાટીયા પાસે કાર, કેરિયર રીક્ષા, અને ટ્રક ટેન્કર વચ્ચે ના ત્રીપલ અકસ્માતમાં જામનગરના બે યુવાનોના ભોગ લેવાયા હતા, જે પ્રકરણમાં કારચાલક અને ટ્રક-ટેન્કર ચાલક બન્ને સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર પડાણા પાટીયા પાસે ગઈકાલે સાંજે ટાટા હેરાયર કાર, ટ્રક ટેન્કર, અને કેરિયર રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો, જે અકસ્માતમાં જામનગરના બે યુવાનો સોહિલ વલીભાઈ શેખ અને હાજી ઉર્ફે મોહસીન શેખ બંનેના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા.
જે અકસ્માતના બનાવ બાદ મૃતક સોહિલ ના ભાઈ સેજાન વલીભાઈ શેખ એ મેઘપર પડાણા પોલીસ મથકમાં ઉપરોક્ત અકસ્માત સર્જીને પોતાના ભાઈ તથા રિક્ષા ચાલક હાજી ઉર્ફે મોહસીન નું મૃત્યુ નીપજાવવા અંગે જી.જે. -૩ એમ.બી. ૪૦૦૪ નંબરની ટાટા હેરાયર કાર, તેમજ જી.જે.૧૦ ટી.વાય. ૬૬૯૫ નંબરના ટ્રક -ટેન્કર ના ચાલક બન્ને સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મૃતક બને યુવાનો જામનગર થી પોતાની માલ વાહક રિક્ષામાં ટાઇલ્સ ભરીને જામનગર થી ગાગવા ગામે મુકવા માટે જઈ રહ્યા હતા, જે દરમિયાન પડાણા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે ધડાકાભેર પાછળથી રીક્ષા ને ટક્કર મારી દીધી હતી.
જેથી રીક્ષા આગળ માર્ગ પર બંધ પડેલા ટ્રક ટેન્કરની પાછળ ઘુસી જતાં આ ગોઝારો બનાવ બન્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.