Get The App

વડોદરાના ડભોઇ રોડ પર MD ડ્રગ્સની ડીલીવરી માટે આવેલો કેરિયર પકડાયો, 6.66 લાખનું ડ્રગ્સ કબ્જે

Updated: Feb 8th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરાના ડભોઇ રોડ પર MD ડ્રગ્સની ડીલીવરી માટે આવેલો કેરિયર પકડાયો, 6.66 લાખનું ડ્રગ્સ કબ્જે 1 - image


Vadodara Drug Smuglling : વડોદરામાં વધુ એક વખત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો પકડવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે કેરિયરને ઝડપી પાડી રાજસ્થાનના સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે. 

ડભોઇ રોડ ઉપર વુડાના મકાનમાં ભાડેથી રહેતો અશોક મેઘવાલ રાજસ્થાનથી પાર્ટી ડ્રગ્સ તરીકે ઓળખાતા મેફેડ્રોનનો જથ્થો મંગાવી ડિલિવરી આપનાર હોવાની વિગતો મળતા એસઓજીની ટીમે કપુરાઈ ચોકડી પાસે વોચ રાખી હતી. 

પોલીસે શકમંદ હાલતમાં નજરે પડતા અશોક મહિપાલ મેઘવાલને ઝડપી પાડી તપાસ કરતા તેની પાસેથી રૂ.6.66 લાખની કિંમતને 66 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે તેની પાસેથી મોબાઇલ પણ કબજે લીધો હતો. 

આ ડ્રગ્સ રાજસ્થાનના પ્રતાપગઢ ખાતે રહેતા કાળુ એ મોકલ્યું હોવાની વિગતો ખુલતા તેમજ તાંદલજા વિસ્તારના નીલોફર સલમાનને ડિલિવરી આપવાની હોવાની વિગતો ખુલતા બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

Tags :