વાયણા ગામ પાસે શંકાસ્પદ માંસનો જથ્થો ભરેલી કાર સળગી ઃ એક ભડથું
પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદના શખ્સોની બેકાબુ કાર પિલ્લર સાથે અથડાયા બાદ સળગી હતી ઃ એકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયો
કલોલ : કલોલના વાયણા પાસેથી વહેલી પરોઢે એક કાર પૂર ઝડપે પસાર થઈ રહી હતી રોડ ઉપર ગટરનાના નાળાની કાંસ નું કામ ચાલતું હોવાથી ડાયવર્ઝન આપેલું હતું જે ડ્રાઇવરને નહીં દેખાતા તે પિલ્લર સાથે ભટકાઈને પલટી ખાઈ ગઈ હતી પલટી ખાઈ ગયા બાદ કાર સળગી ઊઠી હતી અને કારમાં રહેલો એક યુવક કારમાં જ ભડથું થઈ ગયો હતો બીજો યુવક બહાર નીકળવામાં સફળ બન્યો હતો તે બેભાન થઈ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલના અઢાણા થી વાયણા તરફ જતા રોડ ઉપર ગટરના નાળાનું
કાસનું કામ ચાલી રહ્યું હતું જેના કારણે રોડ ઉપર ડાઈવરજન આપવામાં આવેલું છે અને
વહેલી પરોડે કાર પસાર થઈ રહી હતી અને તેના ચાલકને ડ્રાઈવરજન નહીં દેખાતા કાર પૂર
ઝડપે નાળા તરફ આગળ વધી હતી અને ધડાકાભેર પીલર સાથે ટકરાઈ હતી પીલર સાથે ટકરાયા બાદ
કારમાં એકાએક આગ લાગી હતી અને કાર સળગવા લાગી હતી આ દરમિયાન કાર નો ચાલક ગંભીર
રીતે દાઝી ગયો હતો અને તે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો ત્યારે અંદર રહેલો એક યુવક
બહાર નહીં નીકળી શકતા તે અંદર જ ભડથું થઈ ગયો હતો કાસની બાજુમાં મજૂરો કામ કરતા
હોવાથી તે દોડી આવ્યા હતા અને ૧૦૮ને જાણ કરતાં ૧૦૮ દોડી આવી હતી અને બેભાન હાલતમાં
રહેલા યુવકને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો આ બનાવવામાં સળગી ગયેલા
યુવકનું નામ મોહમ્મદ ભૂરા હબીબુલ્લા ઉંમર વર્ષ ૩૨ રહે મીરજાપુરનો હોવાનો માલુમ
પડયું છે જ્યારે ઘાયલ થનાર યુવકનું નામ સૈયદ મોહમ્મદ રફીક ઉંમર વર્ષ ૨૬ રહે
મીરજાપુરનો હોવાનું માલુમ પડયું છે અકસ્માત બાદ સળગી ઊઠેલ કારમાંથી માસનો શંકાસ્પદ
જથ્થો મળી આવ્યો હતો બનાવની જાણ પોલીસને થતા દોડી આવેલ પોલીસે બનાવ અંગે જરૃરી
તપાસ હાથ ધરી છે.