અમરેલીમાં બાળકોને પાંજરે પુરવાનો વારો આવ્યો, દીપડાની બીકે એક પિતા બન્યા મજબૂર
Leopard terror in Amreli: અમરેલી જિલ્લામાં સમયાંતરે જંગલી પ્રાણીઓ દ્વારા કરવામાં આવતા જીવલેણ હુમલાની ઘટનાઓ સામે આવતી રહે છે. આ દરમિયાન અમરેલીના સિમ વિસ્તારમાં કામ કરતા શ્રમિકોના બાળકો પર દીપડા હુમલા કરે છે. ત્યારે શ્રમિક પરિવારે માસૂમ બાળકોને સુરક્ષિત રાખવા માટે લોખંડનું પાંજરું બનાવ્યું છે.
બાળકો સુરક્ષિત રાખવા માટે મોટુ પાંજરું બનાવ્યું
મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લામા સિંહ બાદ હવે દીપડાઓની રંજાડ વચ્ચે બાળકોને વધુ ટાર્ગેટ કરી શિકાર કરવાની ઘટનાઓ વધી રહી છે. માનવ વસાહત વચ્ચે દીપડાઓની સંખ્યા વધી રહી છે. ત્યારે ખેડૂતો અને ખેતમજૂરોને રાત દિવસ ખેતીવાડી વિસ્તારમાં પોતાના બાળકોને મૂકી કામ કરવું મુશ્કેલ બન્યું છે. આ દરમિયાન રાજુલા પંથકમાં આવેલ નાનકડા એવા ઝાપોદર ગામની સીમમાં ભરતભાઈ બારૈયાને 6 સંતાન સુરક્ષિત રાખવા માટે એક વિચાર કર્યો અને કારીગર પાસે દીપડાના પાંજરા જેવું જ બાળકો સુરક્ષિત રાખવા માટે મોટુ પાંજરું બનાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજુલાના સિમ વિસ્તારમાં ખેડૂતો ખેતરોમાં મોડી રાત્રે પાણી વળતા હોય છે. આ દરમિયાન દીપડાઓ આતંકથી બાળકોની સુરક્ષા માટે ખેડૂતે પાંજરું બનાવ્યું છે. આ પાંજરું અન્ય ખેતમજૂરોને પણ આ પાંજરૂ પ્રેરણારૂપ બનશે.