Get The App

સુરતમાં ભયંકર અકસ્માત, કામરેજ નજીક બસ ડ્રાઈવરે એક પછી એક 8 વાહનોને અડફેટે લીધા

Updated: Oct 18th, 2024


Google News
Google News
Road Accident In  Surat


Road Accident In  Surat: સુરતમાં વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે. કામરેજ ટોલ પ્લાઝા નજીક લક્ઝરી બસના ચાલકે 8 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયાની આશંકા છે. જ્યારે વાહનમાં બેઠેલ લોકોને ગંભર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જોકે, લોકોએ બસના ચાલકને ઝડપી પોલીસને સોંપ્યો હતો. 

બસ ચાલક નશાની હાલતમાં હતો

મળતી માહિતી અનુસાર, કનૈયા ટ્રાવેલ્સની બસ ગુંદા, જામનગર થઈ સુરત જઈ રહી હતી. આ દરમિયાન કામરેજ ટોલ પ્લાઝા નજીક બસ ચાલકે ફુલઝડપે બ્રેક માર્યા વિના કાર, બાઈક, રિક્ષા સહિત આઠ જેટલા વાહનોને અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયાની આશંકા છે. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે, લક્ઝરી બસ ચાલક નશાની હાલતમાં હતો. ઘટના સ્થળે હાજર લોકોએ બસ ચાલકનેને પોલીસને સોંપ્યો હતો.  આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં ભયંકર અકસ્માત, કામરેજ નજીક બસ ડ્રાઈવરે એક પછી એક 8 વાહનોને અડફેટે લીધા 2 - image


Tags :
SuratRoad-Accident

Google News
Google News