ડભોઇ રોડ પર ફ્લેટના પાર્કિંગમાં મૂકેલી બુલેટ બાઈક અજાણ્યા ઈસમે સળગાવી દીધી
Image: Freepik
વડોદરા ડભોઇ રોડ પર આવેલા નંદ વિહાર ફ્લેટના પાર્કિંગમાં વેપારીએ પોતાની બુલેટ બાઈક મૂકી હતી. કોઈ અજાણ્યા શકશે આ બાઈક પર લિક્વિડ નાખીને અગમ્ય કારણોસર સળગાવી દીધી હતી. બુલેટ સળગાવતો ઇસમ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. વેપારીની ફરિયાદના આધારે પોલીસે આ ઈસમની શોધખોળ હાથ ધરી છે.
ડભોઇ રોડ પર આવેલા એમએમ વોરા શોરૂમ ની બાજુમાં નંદ વિહાર ફ્લેટમાં રહેતા યોગેશભાઈ પ્રભાકરભાઈ ચીપરીએ ફરીયાદ નોંધાવી છે કે ગણેશનગર પાસે આવેલ પક્ષ કોમ્પ્લેક્સ માં બીજા માળે શ્રી ગણેશ ઈલેક્ટ્રીકલના નામથી સોલારના રૂફટોપ અને સી.સી.ટી.વી કેમેરાનો વેપાર કરૂ છુ. આજથી બે એક દિવસ અગાઉ હું મારી બુલેટ લઈને મારા કામથી સીટીમાં ગયો હતો અને ત્યાંથી પરત આવી બુલેટ અમારા ફ્લેટની નીચે પાર્કીંગમાં પાર્ક કરી ઘરે જતો રહ્યો હતો. તે બાદ ગઈ કાલ હું મારી કાર લઈને હાલોલ ખાતે મારા કામથી ગયો હતો અને ત્યાંથી સાંજના આશરે સાડા છએક વાગ્યે પરત ઘરે આવી અને કાર પાર્કીંગમાં પાર્ક કરી ઘરમાં ગયો હતો. ત્યારે મારી બુલેટ મુકેલ જગ્યાએ હતી. ત્યારબાદ ડિસેમ્બર ના રોજ સવારના આશરે સાડા દશેક વાગ્યે મારા નિત્યક્રમ મુજબ ઓફીસે જવા ઘરેથી નીચે ઉતરી પાર્કીંગમાં આવ્યો હતો ત્યારે મારા બુલેટને આગ લાગવાથી બળી ગયેલ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મેં મારા મોબાઈલમાં સી.સી.ટી.વી. કેમરાની ફૂટેજ ચેક કરતા 6 ડિસેમ્બરના રોજ વહેલી સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ એક અજાણ્યો ઈસમ ટોપી પહેરેલ મોહેરૂમાલ બાંઘીને અને બદનમાં કાળા કલરનું જેકેટ પહેરિને આવ્યો હતો. તેની પાસેની પ્લાસ્ટીકની થેલીમાં પ્રવાહી ભરેલું હતું. આ થેલીમાંથી પ્રવાહી બુલેટ ની ટાંકી ઉપર રેડી દિવાસળી ચાપીને આગ લગાવી દેતો જણાયો હતો. જેથી પોલીસ દ્વારા આ અજાણ્યા ઈસમની શોધખોળ શરૂ કરાઈ છે.