જામનગરના મયુર પાર્ક વિસ્તારમાં રહેતા બ્રાસપાર્ટના કારખાનેદારનો આર્થિક ભીંસના કારણે ગળાફાંસા દ્વારા આપઘાત
જામનગરમાં મયુર પાર્ક શેરી નંબર પાંચમાં રહેતા બ્રાસપાર્ટના એક કારખાનેદારે પોતાનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક સંકળામણના કારણે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં મયુર પાર્ક શેરી નંબર ૫ ના છેડે રહેતા અને બ્રાસપાર્ટ નો વેપાર કરતા નિલેશભાઈ પ્રેમજીભાઈ ચાવડા નામના ૫૩ વર્ષના કારખાનેદાર કે જેઓએ ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમા સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના પુત્ર બિશન નિલેશભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ. એ. પરમાર બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગેની વિશેષ તપાસ હાથ ધરી હતી.
પોલીસ પૂછપરછમાં મૃતક બ્રાસ પાર્ટ નો વ્યવસાય કરતા હતા, અને છેલ્લા બે વર્ષથી તેનો ધંધો બરાબર ચાલતો ન હોવાના કારણે આર્થિક સંકટ ભોગવતા હતા. જેનાથી તંગ આવી જઇ આ પગલું ભરી લીધાનું જણાવાયું હતું. જેથી પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.