Get The App

ભેજાંબાજ બૂટલેગરઃ દારૂ સંઘરવા કબાટમાં ગુપ્તખાનું ને વોશિંગ મશીનમાં રાખી વેચાણ

Updated: Jan 25th, 2025


Google NewsGoogle News
ભેજાંબાજ બૂટલેગરઃ દારૂ સંઘરવા કબાટમાં ગુપ્તખાનું ને વોશિંગ મશીનમાં રાખી વેચાણ 1 - image


આદિપુરમાં એક જ દિવસે આરોપી પર દારૂની બે ફરિયાદ 

વોશિંગ મશીનમાંથી ૪ બોટલ અને ૨૩ ટીન પકડાયા પછી કબાટના ગુપ્ત ખાનામાંથી ૧૧૭૬ બોટલો કબજે

ગાંધીધામ: આદિપુર પોલીસે જીઆઇડીસી વિસ્તારમાં આવેલી રહેણાક ઓરડીમાં દરોડો પાડી આરોપીને ૪ બોટલ દારૂ અને ૨૩ બીયરના ટીન સાથે ઝડપી લીધો હતો. તે સમયે તપાસમાં પોલીસને ગુપ્ત ખાનો મળ્યો ન હતો પરંતુ પોલીસ મથકે લાવી પૂછપરછ કરતાં ઓરડીમાં હજુ ૬.૭૦ લાખથી વધુનો દારૂ સંતાડયો હોવાનું ખૂલતાં પોલીસે મુદ્દામાલ કબ્જે કરી એક જ દિવસે આરોપી વિરુદ્ધ દારૂની ૨ ફરિયાદ નોંધી હતી. 

આ અંગે આદિપુર પોલીસે વિગતો આપતા જણાવ્યુ હતું કે, પોલીસને બાતમી મળી હતી કે અંજાર તાલુકાનાં મેઘપર-બો. ખાતે આવેલા પારસ નગરમાં રહેતા ઘનશ્યામસિંહ ઉર્ફે રાહુલસિંહ જેઠુભા જાડેજાની આદિપુર જીઆઇડીસીમાં આવેલી કબજાની ઓરડીમાં દારૂ ઉતાર્યો છે. જેથી પોલીસે ઓરડી પર દરોડો પાડયો ત્યારે ઓરડીમાં રાખેલા વોશિંગ મશીન માથી ૪ દારૂની બોટલ અને ૨૩ બીયરના ટીન મળી આવ્યા હતા. દરમિયાન પોલીસની તપાસમાં વધુ દારૂ મળ્યો ન હતો. જેથી પોલીસે આરોપીને પોલીસ મથકે લાવી પોતાની આગવી ઢબે પૂછપરછ કરતાં હાલે મેઘપર-બો. અને મૂળ પલાસવામાં રહેતા કુખ્યાત બુટલેગર રમા વજા ભરવાડએ આ દારૂ આપ્યો છે અને તેની ઓરડીમાં આવેલા કબાટના ગુપ્ત ખાનામાં મોટી સંખ્યામાં દારૂ પડયો હોવાનું કબૂલતા પોલીસે બીજી વખત દરોડો પાડયો હતો. દરમિયાન ઓરડી માથી ૬,૭૦,૯૪૪ના કિમતની ૧૧૭૬ દારૂની બોટલો મળી આવી હતી સાથે રૂ. ૧૬૧૨૮ની કિમતના ૧૪૪ બીયરના ટીન પણ મળી આવ્યા હતા. જેથી પોલીસે એક જ દિવસે આરોપી વિરુદ્ધ દારૂની બે જુદી જુદી ફરિયાદો નોંધી હતી. 


Google NewsGoogle News