ચીખલીના સિયાદા ગામે પાંચ વર્ષથી ક્લિનિક ચલાવતી બોગસ ડોક્ટર ઝડપાયો
Navsari News: નવસારી એસ.ઓ.જી પોલીસે બાતમી આધારે ચીખલી તાલુકાના સિયાદા ગામેથી પ્રમુખ નગરમાં ચાલતા શ્રીજી ક્લિનિક ચલાવતા મહારાષ્ટ્રના ઝોલા છાપ ડોક્ટરને મેડિકલ પ્રેક્ટિસ કરતા ઝડપી પડ્યો હતો.પોલીસે કુલ કુલ રૂ ૩૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આરોપી છેલ્લા પાંચ વર્ષથી દવાખાનું ચલાવી લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યો હતો.
નવસારી એસ.ઓ. જી પોલીસને બાતમી મળી હતી કે ચીખલી તાલુકાના સિયાદા ગામે પ્રમુખ નગરમાં ઘણા લાંબા સમયથી એક ડોક્ટર શ્રીજી ક્લિનિક નામનું દવાખાનું ચાલાવી મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યો છે. જે બાતમી આધારે એસ.ઓ.જી.પોલીસે ચીખલી સી.એચ.સી ના મેડિકલ ઓફિસરની સાથે ચીખલીના સિયાદા ગામે બાતમી વાળા દવાખાના પર દરોડા પાડી તપાસ કરતા કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતા નયન સુભાષભાઈ પાટીલને (ઉ. વર્ષ,૪૧,રહે,પ્રમુખ નગર સિયાદાગામ, તા.ચીખલી) ઝડપી પાડ્યો હતો. પોલીસે શ્રીજી ક્લિનિક માંથી એલોપેથિક દવા અને મેડિકલ પ્રેક્ટિસના સાધનો કુલ કિંમત રૂ. 38 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ચીખલી તાલુકાના સરકારી દવાખાનાના ડોક્ટર દ્વારા આરોપી નયન પાટીલની પૂછપરછ કરતા કોઈ પણ પ્રકારની મેડિકલ પ્રેક્ટિસ અંગેની ડિગ્રી અને લાયસન્સ વિના મેડિકલ પ્રેક્ટિસ કરતો હોવાનું બહાર આવતા પોલીસે ઝોલા છાપ ડોક્ટર નયન પાટીલ વિરૂદ્ધ ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.