પરિવારની ગેરહાજરીમાં 9 વર્ષની બાળકી પાસે પિતરાઈ ભાઈએ જ મુખમૈથુન કરાવ્યું
19 વર્ષના લબરમૂછીયાની કરતૂતને પાડોશીએ જોઈ બાળકીના માતાપિતાને જાણ કરતા મામલો પ્રકાશમાં આવ્યો : બાળાનો નાનો ભાઈ પણ ત્યાં હાજર હતો
પોલીસે ગુનો નોંધી લબરમૂછીયા રત્નકલાકારની ધરપકડ કરી
- 19 વર્ષના લબરમૂછીયાની કરતૂતને પાડોશીએ જોઈ બાળકીના માતાપિતાને જાણ કરતા મામલો પ્રકાશમાં આવ્યો : બાળાનો નાનો ભાઈ પણ ત્યાં હાજર હતો
- પોલીસે ગુનો નોંધી લબરમૂછીયા રત્નકલાકારની ધરપકડ કરી
સુરત, : ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લજવતો વધુ એક કિસ્સો સુરતના કતારગામ વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે.મૂળ અમરેલીના રત્નકલાકારને મળવા આવેલા 19 વર્ષના ભાણેજે જ પરિવારજનોની ગેરહાજરીમાં રત્નકલાકારની 9 વર્ષની બાળકી પાસે તેના નાના ભાઈની હાજરીમાં મુખમૈથુન કરાવ્યું હતું.લબરમૂછીયાની કરતૂતને પાડોશીએ જોઈ બાળકીના માતાપિતાને જાણ કરતા મામલો પ્રકાશમાં આવતા ચોકબજાર પોલીસે ગુનો નોંધી લબરમૂછીયા રત્નકલાકારની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને હાલ સુરતના કતારગામ વિસ્તારમાં પત્ની, એક પુત્રી અને બે પુત્ર સાથે રહેતા 34 વર્ષીય રત્નકલાકારની સગી બહેન કાપોદ્રા વિસ્તારમાં રહે છે.સગી બહેનનો રત્નકલાકાર તરીકે કામ કરતો 19 વર્ષીય દીકરો મનીષ અવારનવાર તેમના ઘરે આવે છે અને ગતસાંજે પણ તે રત્નકલાકારના સાળા સાથે તેમના ઘરે આવ્યો હતો.સાંજે પાંચ વાગ્યે તમામે ચા-પાણી કર્યા બાદ રત્નકલાકારની ધો.4 માં ભણતી 9 વર્ષની દીકરી શિલ્પા ( નામ બદલ્યું છે ), તેમનો 7 વર્ષનો દીકરો અને ભાણેજ મનીષને ઘરે મૂકી રત્નકલાકાર પત્ની, સાળા અને સૌથી નાના પાંચ વર્ષના પુત્ર સાથે પોણા છ વાગ્યાના અરસામાં ઘરેથી ચાલતા ચાલતા ધ્રુવતારક સોસાયટીમાં માર્કેટમાં શાકભાજી અને સાડી ખરીદવા ગયા હતા.
પંદરેક મિનિટ બાદ તેમના પાડોશીએ ફોન કરી તેમને તાત્કાલિક ઘરે આવવા કહેતા તમામ ઘરે પહોંચ્યા ત્યારે ઘરમાં દીકરી શિલ્પા, ભાણેજ મનીષ અને નાનો દીકરો હાજર હતા.દીકરી શિલ્પા ગભરાયેલી હોય અને પાડોશીની સાથે એપાર્ટમેન્ટના અન્ય રહીશો પણ ત્યાં હાજર હોય રત્નકલાકારે પાડોશીને શું થયું છે તેમ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તે હજીરા ખાતે રો-રો ફેરીની ટિકિટ બૂક કરાવી સાંજે છ વાગ્યે પત્ની સાથે પરત આવ્યા ત્યારે રત્નકલાકારના ઘરની બહાર અજાણી વ્યક્તિની ચંપલ જોઈને શંકા જતા દરવાજો ખટખટાવ્યો ત્યારે રત્નકલાકારના સૌથી નાના દીકરાએ દરવાજો ખોલી પાડોશીએ મમ્મી પપ્પા ક્યાં છે તેવું પૂછતાં સાડી લેવા ગયા છે તેમ કહી દરવાજો બંધ કરી દીધો હતો.આથી પડોશીને વધુ શંકા ગઈ હતી.
પાડોશીએ બંધ બારીની ફાટમાંથી જોતા રત્નકલાકારના ઘરમા એક છોકરો શિલ્પા સાથે મુખમૈથુન કરતો હતો.આથી તેમણે તરત ફોન કરી રત્નકલાકારને ઘરે બોલાવ્યા હતા.રત્નકલાકારે આ અંગે ભાણેજ મનીષને પૂછતાં તેણે ખોટું કામ કર્યાની કબૂલાત કરી હતી.રત્નકલાકારે તેને ઠપકો આપતા તે ત્યાંથી ચાલ્યો ગયો હતો.બાદમાં દીકરી ગભરાયેલી હોય મોડેથી રત્નકલાકારે ચોકબજાર પોલીસ મથકમાં સગા ભાણેજ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આજે સવારે મનીષને તેના ઘર પાસેથી ઝડપી લીધો હતો.
પાડોશીએ શંકા જતા વિડીયો ઉતારી સીધો પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા પોલીસને જાણ થઈ હતી
સુરત, : પરિવારજનોની ગેરહાજરીમાં મનીષ તેની પિતરાઈ બહેન સાથે તેના નાના ભાઈની હાજરીમાં ગર્દી હરકત કરતો હતો ત્યારે પાડોશીને શંકા જતા દરવાજો ખટખટાવ્યા બાદ રત્નકલાકરના નાના દીકરાએ દરવાજો બંધ કરી દેતા તેમની શંકા પ્રબળ બની હતી.આથી તેમણે બંધ બારીની ફાટમાંથી તેમણે અંદર જોયું અને જે દ્રશ્ય નજરે ચઢ્યું તેને પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી આ અંગે તરત પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા ચોકબજાર પોલીસ બાળકીના માતાપિતા આવે તે પહેલા ત્યાં પહોંચી હતી.પોલીસ પહોંચે તે પહેલા મનીષ ત્યાંથી ભાગી ગયો હતો.પોલીસે મનીષને બાદમાં ઝડપી પાડી પૂછતાં તેણે આ કરતૂત પહેલી વખત કરી હોવાનું પોલીસને જણાવ્યું હતું.