હિંમતનગરમાં રસ્તો ક્રોસ કરી રહેલા 70 વર્ષીય વૃદ્ધને કારની ટક્કર, ઘટનાસ્થળે મોત
Accident Incident : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મારામારી, અકસ્માત સહિતના ગુનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે સાબરકાંઠાના ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સાબરકાંઠાના હિંમતનગરમાં ઉદયપુર નેશનલ હાઈવે પર રસ્તો ક્રોસ કરી રહેલા 70 વર્ષીય વૃદ્ધને પૂરપાટ આવી રહેલી કારે ટક્કર મારીને ફંગોળ્યા હતા. અકસ્માતના બનાવમાં ઘટનાસ્થળે જ વૃદ્ધનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં વીડિયો સામે આવ્યો હતો.
70 વર્ષીય વૃદ્ધનું મોત
સાબરકાંઠાના હિંમતનગરમાં ઉદયપુર નેશનલ હાઈવે પર 70 વર્ષીય વૃદ્ધ રસ્તો પસાર કરી રહ્યા હતા. આ દરમિયાન પૂર ઝડપે કાર ચાલક આવીને વૃદ્ધને ઉડાડીને જતો રહે છે. ઘટનામાં વૃદ્ધ દૂર સુધી ફંગોળાય છે અને ઘટનાસ્થળે જ મોત નીપજે છે.
આ પણ વાંચો: કવાંટમાં વિશ્વવિખ્યાત 'ગેરનો મેળો' ભરાયો, મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં આદિવાસીઓ
જ્યારે નડિયાદની એક અકસ્માતની ઘટનામાં બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. ઘટના એમ છે કે, નડિયાદના સંતરામ મંદિર પાછળની લેબોરેટરી નજીક એક બાઈક ચાલક કાર સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં યોગેશ નામના બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના મામલે નડિયાદ ટાઉન પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી.