વડોદરામાં કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં 7 ફૂટના મહાકાય અજગરે અડિંગો જમાવ્યો, ભારે જહેમત બાદ રેસ્ક્યુ
Python Rescue in Vadodara : વડોદરાના બીલ વિસ્તારમાં એક રહેણાંક સ્થળે મહાકાય અજગર આવી જતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
મકરપુરા નજીકના બિલ ગામે આવેલા વિરાટ હાર્મની નામના કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં સાંજના સમયે એક અજગર નજરે પડતા સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. અગાઉ પણ આ વિસ્તારમાં અજગારે દેખા દીધી હોવાથી જીવદયા સંસ્થાની મદદ લેવામાં આવી હતી.
અરવિંદ પવારના જણાવ્યા મુજબ, અમારા કાર્યકરોએ સ્થળ પર પહોંચી મારે જહેમત બાદ સાત ફૂટના અજગરનું રેસ્ક્યુ કર્યું હતું અને તેને સુરક્ષિત રીતે ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો.