ભાણવડથી બાઇકમાં લાલપુરના બબરજર ગામે જઈ રહેલા 65 વર્ષના બુઝુર્ગનું બાઈક પરથી નીચે પટકાઈ પડતાં અપમૃત્યુ
Image: X
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ધારાગઢ ગામમાં રહેતા અબુભાઈ ઓસમાણભાઈ મુન્દ્રા નામના ૬૫ વર્ષના સંધિ જ્ઞાતિના બુઝુર્ગ કે જેઓ પોતાનું બાઈક લઈને ખંભાળિયા થી લાલપુર તાલુકાના બબરજર ગામ તરફ જઈ રહ્યા હતા.
જે દરમિયાન રસ્તામાં એકાએક બાઈક સ્લીપ થઈ ગયું હતું, જે અકસ્માતમાં તેઓને માથાના ભાગે હેમરેજ સહિતની ઇજા થઈ હોવાથી બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.
આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ ઈશાભાઈ ઓસમાણભાઈ સંધિએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે હોસ્પિટલમાં દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.