જામનગર જિલ્લાના લાલપુરમાં 45 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ
image : Freepik
Jamnagar Heart Attack : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતા 45 વર્ષના એક યુવાનને હાર્ટએટેક આવી જવાથી મૃત્યુ નિપજયું છે.
લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતા ભોજાભાઇ હરદાસભાઇ સિંધિયા નામના વર્ષના યુવાનને પોતાના ઘેર એકાએક હાર્ટ એટેક આવી જતાં બેભાન થઈ ગયા પછી સિક્કાની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા બાદ ફરજ પરના તબીબે તેનું હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ બાબુભાઈ હરદાસભાઇએ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.