Get The App

રાજાધિરાજ દ્વારકાધીશને સોના-હીરાજડિત મુકુટને સોગાત, ચાંદીના ઢીંચણ પણ કર્યા અર્પણ

Updated: Nov 17th, 2024


Google NewsGoogle News
Dwarka


Dwarkadhish Temple : ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધામ ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવતા હોય છે. જેમાં અનેક લોકો દ્વારા ભગવાને સોના-ચાંદીના આભૂષણો પણ અર્પણ કરવામાં આવતા હોય છે, ત્યારે એક સંઘ દ્વારા દ્વારકાધીશને 330 ગ્રામનો સોના-હીરાજડિત મુકુટ અપર્ણ કરવામાં આવ્યો છે. આ સાથે મહિલા મંડળે પણ ભગવાનને એક હજાર ગ્રામના ચાંદીના ઢીંચણ અર્પણ કર્યા છે. 

આ પણ વાંચો : ગુજરાતમાં ભારે ટ્રાફિક ધરાવતા 61 રસ્તા ફોરલેન-પહોળા કરાશે, રૂ. 2995 કરોડ મંજૂર

મળતી માહિતી મુજબ, માંજલપુર વડોદરાથી દ્વારકા પગપાળા સંધે ભગવાન દ્વારકાધીશને આ મુકુટ અર્પણ કર્યો હતો. આ સાથે ભગવાન દ્વારકાધીશના પરંમ વૈષ્ણવ વિષ્ણુ સહસ્ત્ર પાઠ મહિલા મંડળ દ્વારા એક હજાર ગ્રામ ચાંદીના ઢીંચણ અર્પણ કરવામાં આવ્યા છે. 

Dwarka

Google NewsGoogle News